Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026

ઈમરાન ખાનની સત્તા જવા પાછળ અમેરિકાનો હાથ, લીક થયેલા દસ્તાવેજથી ચર્ચા

ઈમરાન ખાનની સત્તા જવા પાછળ અમેરિકાનો હાથ, લીક થયેલા દસ્તાવેજથી ચર્ચા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને સત્તા પરથી હટાવવામાં વિદેશી શક્તિઓ, ખાસ કરીને અમેરિકાની ભૂમિકા હોવાનો દાવો ફરી એકવાર રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ઈમરાન ખાન અને તેમની પાર્ટી PTI લાંબા સમયથી આ આરોપ લગાવતા રહ્યા છે અને હવે ‘સાયફર’ નામના એક ડિપ્લોમેટિક કેબલના ખુલાસા બાદ આ મુદ્દો વધુ ચર્ચાસ્પદ બન્યો છે.

આ ડોક્યુમેન્ટ ઇન્વેસ્ટિગેટિવ મીડિયા આઉટલેટ ‘ડ્રોપ સાઇટ ન્યૂઝ’ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. તેમાં 7 માર્ચ 2022ના રોજ અમેરિકામાં પાકિસ્તાનના તત્કાલીન રાજદૂત અસદ માજિદ ખાન અને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ સેક્રેટરી ડોનાલ્ડ લૂ વચ્ચે થયેલી બેઠકનો ઉલ્લેખ છે. આ બેઠકના થોડા અઠવાડિયા બાદ પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ શરૂ થઈ અને એપ્રિલ 2022માં ઈમરાન ખાનને અવિશ્વાસ મત દ્વારા વડાપ્રધાન પદેથી હટાવવામાં આવ્યા હતા.

ઈમરાન ખાન બાદમાં અનેક કેસોમાં ફસાયા અને હાલ તેઓ જેલમાં બંધ છે. તેમના સમર્થકોનો દાવો છે કે તેમની સામેની કાર્યવાહી રાજકીય પ્રેરિત છે અને તેમની હાલત સતત બગડી રહી છે.

ડોક્યુમેન્ટ મુજબ, બેઠક દરમિયાન અમેરિકી અધિકારીએ પાકિસ્તાની રાજદૂતને જણાવ્યું હતું કે જો ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ મત સફળ થાય તો અમેરિકા પાકિસ્તાન સાથે સંબંધો આગળ વધારશે, નહીં તો સંબંધોમાં મુશ્કેલીઓ આવી શકે છે. આ સાથે એવો પણ ઉલ્લેખ છે કે જો ઈમરાન ખાન લાંબા સમય સુધી સત્તામાં રહે તો અમેરિકા અને યુરોપ પાકિસ્તાનથી અંતર રાખી શકે છે.

ઈમરાન ખાનના કાર્યકાળ દરમિયાન અમેરિકા સાથેના સંબંધોમાં અનેક મુદ્દાઓ પર તણાવ જોવા મળ્યો હતો. ખાસ કરીને અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેના પાછી ખેંચાયા બાદ પાકિસ્તાનની ભૂમિકા મહત્વપૂર્ણ બની હતી. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ડ્રોન ઓપરેશન માટે પાકિસ્તાની જમીનનો ઉપયોગ કરવાની માંગ કરી હતી, પરંતુ પાકિસ્તાને તેનો ઇનકાર કર્યો હતો.

સાથે જ ઈમરાન ખાને જાહેરમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈ પણ વિદેશી સૈન્ય કાર્યવાહી માટે નહીં કરવામાં આવે. આ ઉપરાંત તેમની રશિયા મુલાકાત પણ વિવાદનું કારણ બની હતી. પશ્ચિમી દેશો યુક્રેન મુદ્દે પાકિસ્તાનને પોતાના પક્ષમાં જોવા ઈચ્છતા હતા, પરંતુ ઈમરાન ખાને રશિયા સાથે સંબંધ વધાર્યા અને યુએનમાં રશિયા વિરુદ્ધના પ્રસ્તાવ પર મતદાનથી દૂર રહ્યા.

ઈમરાન ખાન અને તેમની પાર્ટી શરૂઆતથી જ દાવો કરતા આવ્યા છે કે તેમની સરકાર પતન પાછળ અમેરિકા અને પાકિસ્તાનની બે મુખ્ય પાર્ટીઓ — PML-N અને PPP —નો હાથ હતો. જોકે અમેરિકા અને બંને રાજકીય પક્ષોએ આ તમામ આરોપોને સતત નકાર્યા છે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.