Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 31°C

મિડલ-ઈસ્ટ તણાવ વચ્ચે ભારતના 5 મોટા પગલાં : લોકડાઉન નહીં, પણ ઇંધણ બચાવવાનો માસ્ટર પ્લાન

મિડલ-ઈસ્ટ તણાવ વચ્ચે ભારતના 5 મોટા પગલાં : લોકડાઉન નહીં, પણ ઇંધણ બચાવવાનો માસ્ટર પ્લાન

મિડલ-ઈસ્ટમાં વધતા તણાવ અને હોર્મુજ દરિયાઈ માર્ગ પર પડેલા પ્રભાવને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. તેની સીધી અસર ભારતમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ પર પડી રહી છે. આ વચ્ચે પીએમ મોદી એ 10 મેના રોજ દેશવાસીઓને ઈંધણ બચાવવાની અપીલ કરી હતી.

આ અપીલ બાદ કેટલાક લોકોમાં લોકડાઉન જેવી પરિસ્થિતિ સર્જાવાની આશંકા ઉભી થઈ હતી, પરંતુ સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં લોકડાઉન લગાવવાનો કોઈ પ્રશ્ન નથી અને પૂરતો ઈંધણ સ્ટોક ઉપલબ્ધ છે.

સરકારનો ફોકસ : ફોરેક્સ બચત અને ઊર્જા સુરક્ષા

સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserves)ને બચાવવાનો અને ક્રૂડ ઓઇલના વપરાશને નિયંત્રિત કરવાનો છે. આર્થિક સ્થિરતા અને ઊર્જા સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે.

1. બેન્કો અને સરકારી વિભાગોમાં ઓનલાઇન મીટિંગ

નાણાં મંત્રાલયના ‘નાણાકીય સેવા વિભાગ’ (DFS) દ્વારા તમામ સરકારી બેન્કો, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો અને જાહેર વીમા કંપનીઓને એક મહત્ત્વપૂર્ણ આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર, હવે તમામ બેઠકો ફરજિયાતપણે વીડિયો કોન્ફરન્સિંગ (ઓનલાઇન) દ્વારા જ કરવાની રહેશે. જ્યાં સુધી અત્યંત અનિવાર્ય ન હોય ત્યાં સુધી રૂબરૂ બેઠકો યોજવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી અધિકારીઓની મુસાફરી અને તેના પર થતો ઇંધણનો ખર્ચ બચાવી શકાય.

2. ‘વર્ક ફ્રોમ હોમ’ (WFH) પર સરકારનો ભાર

રસ્તાઓ પર વાહનોની સંખ્યા ઘટાડવા અને પેટ્રોલ-ડીઝલની દૈનિક વપરાશને મર્યાદિત કરવા માટે સરકાર ફરી એકવાર લોકડાઉન સમયના સૌથી મોટા હથિયાર ‘વર્ક ફ્રોમ હોમ’ને પ્રોત્સાહન આપી રહી છે. આ અંતર્ગત દિલ્હી સરકારે પોતાના કર્મચારીઓ માટે અઠવાડિયામાં બે દિવસનું ‘વર્ક ફ્રોમ હોમ’ ફરજિયાત કરી દીધું છે. આ સાથે જ ખાનગી કંપનીઓને પણ સ્વેચ્છાએ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવા માટે અપીલ કરવામાં આવી છે.

3. બિનજરૂરી સોનું ખરીદવા અને વિદેશ પ્રવાસો પર રોક

ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું સોનું વિદેશથી આયાત કરે છે, જેના લીધે દેશનો કિંમતી વિદેશી મુદ્રા ભંડાર બહાર ચાલ્યો જાય છે. આ ચાલુ ખાતાની ખાધ (Current Account Deficit) અને નબળા પડતા રૂપિયાને બચાવવા માટે પીએમ મોદીએ દેશના લોકોને એક વર્ષ સુધી લગ્નો કે ખાસ પ્રસંગોમાં પણ સોનું ન ખરીદવા અપીલ કરી છે. આ ઉપરાંત, વિદેશ પ્રવાસો પર પણ આવી જ અપીલ કરાઈ છે, કારણ કે ભારતીયો જ્યારે બહાર ફરવા જાય ત્યારે રૂપિયાને ડૉલરમાં બદલવો પડે છે. સરકાર ઇચ્છે છે કે દેશનો એક-એક ડૉલર બચે અને તેનો ઉપયોગ માત્ર ક્રૂડ ઓઇલ જેવી અનિવાર્ય ચીજોની આયાત માટે થાય.

4. સરકારી કાફલામાં ગાડીઓની સંખ્યામાં કાપ અને નવી ખરીદી પર રોક

અધિકારીઓના દેશ-વિદેશના પ્રવાસો મર્યાદિત કરી દેવાયા છે અને બેન્કના ચેરમેન તેમજ એમડી (MD)ના વિદેશ પ્રવાસોની સીમા નક્કી કરાઈ છે. મંત્રીઓના કાફલામાં ગાડીઓની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે, જેની ખાસ અસર ભાજપ શાસિત રાજ્યોમાં જોવા મળી રહી છે. આ સિવાય દિલ્હી જેવા રાજ્યોએ આગામી 6 મહિના માટે કોઈ પણ નવા પેટ્રોલ, ડીઝલ કે સીએનજી (CNG) વાહનોની ખરીદી પર સંપૂર્ણ રોક લગાવી દીધી છે અને સરકારી વિભાગોને ઝડપથી ઇલેક્ટ્રિક વાહનો (EVs) તરફ શિફ્ટ થવા આદેશ આપ્યો છે.

5. પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ‘નો-વ્હીકલ ડે’ પર જોર

લોકડાઉનની જેમ જ સરકારી સ્તરે યોજાતા મોટા જાહેર કાર્યક્રમો અને ઉત્સવોને આગામી ત્રણ મહિના માટે રદ્દ અથવા સ્થગિત કરવામાં આવ્યા છે. આ સાથે જ આમ જનતાને પણ પોતાના અંગત વાહનોના બદલે મેટ્રો અને બસો જેવા જાહેર પરિવહન (પબ્લિક ટ્રાન્સપોર્ટ)નો ઉપયોગ કરવા, કારપૂલિંગ અપનાવવા અને અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ ‘નો-વ્હીકલ ડે’ (વાહન વગરનો દિવસ) રાખવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.