National Crime Records Bureau દ્વારા પ્રકાશિત થયેલા “Crime in India – 2024” રિપોર્ટ અનુસાર ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત, શાંતિપૂર્ણ અને સુરક્ષિત હોવાનું સ્પષ્ટ થયું છે. સત્તાવાર આંકડાઓના તુલનાત્મક વિશ્લેષણ મુજબ ગંભીર ગુનાઓ, મહિલા સુરક્ષા અને મિલકત સંબંધિત ગુનાઓમાં ગુજરાત દેશના સૌથી સુરક્ષિત રાજ્યોમાં અગ્રેસર રહ્યું છે.
કુલ ક્રાઈમ રેટ: ગુજરાત રાષ્ટ્રીય સરેરાશથી આગળ
વર્ષ 2024 દરમિયાન સમગ્ર ભારતનો સરેરાશ ક્રાઈમ રેટ 252.3 નોંધાયો છે, જ્યારે ગુજરાતમાં આ દર માત્ર 227.7 રહ્યો છે. દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત 12મા ક્રમે સ્થિત છે, જે રાજ્યની મજબૂત કાયદો-વ્યવસ્થાની વ્યવસ્થા દર્શાવે છે.
દારૂબંધી અને પોલીસની સક્રિયતા પાછળનું સાચું કારણ
ગુજરાતમાં દારૂબંધીના કડક અમલને કારણે પોલીસ Prohibition Act હેઠળ મોટા પ્રમાણમાં Suo Motu કેસો નોંધે છે. NCRBના આંકડામાં આ કેસો ‘Special & Local Laws’ હેઠળ ગણાતા હોવાથી કુલ ગુનાઓનો આંકડો ઊંચો દેખાય છે.
પરંતુ જો આ પ્રોહિબિશન સંબંધિત કેસોને અલગ રાખવામાં આવે, તો IPC/BNS હેઠળના પરંપરાગત ગુનાઓનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણી નીચે આવે છે. આ હકીકત રાજ્યની સુરક્ષા અને પોલીસની સતર્કતાને દર્શાવે છે.
મહિલાઓ અને બાળકો માટે સૌથી સુરક્ષિત રાજ્ય
મહિલા અને બાળકો વિરુદ્ધના ગુનાઓમાં ગુજરાતનું પ્રદર્શન ખૂબ જ સકારાત્મક રહ્યું છે:
- મહિલા સુરક્ષા: રાષ્ટ્રીય સરેરાશ 64.6 સામે ગુજરાતમાં માત્ર 22.0 (દેશમાં 33મું સ્થાન – સૌથી ઓછું)
- બાળકો વિરુદ્ધ ગુના: રાષ્ટ્રીય સરેરાશ 42.3 સામે ગુજરાતમાં 25.8 (દેશમાં 29મું સ્થાન)
આ આંકડા દર્શાવે છે કે ગુજરાત મહિલા અને બાળકો માટે વધુ સુરક્ષિત વાતાવરણ પૂરું પાડે છે.
હિંસાત્મક અને શરીર વિરુદ્ધના ગુનાઓમાં ઘટાડો
- હિંસાત્મક ગુનાઓ: રાષ્ટ્રીય દર 52.9 સામે ગુજરાતમાં માત્ર 16.5 (31મું સ્થાન)
- શરીર વિરુદ્ધ ગુનાઓ: રાષ્ટ્રીય સરેરાશ 62.1 સામે ગુજરાતમાં 24.7 (31મું સ્થાન)
આંકડાઓ દર્શાવે છે કે ગંભીર ગુનાખોરીમાં ગુજરાતનો દર દેશના ઘણા રાજ્યો કરતાં નોંધપાત્ર રીતે ઓછો છે.
મિલકત વિરુદ્ધના ગુનાઓમાં પણ નિયંત્રણ
ચોરી, લૂંટ અને ઘરફોડ જેવા ગુનાઓમાં પણ ગુજરાત આગળ છે:
- રાષ્ટ્રીય સરેરાશ: 57.9
- ગુજરાત: 30.4 (23મું સ્થાન)
આ દર્શાવે છે કે રાજ્યમાં મિલકત સુરક્ષા માટે પોલીસ અને પ્રશાસન સક્રિય રીતે કામ કરી રહ્યું છે.
ગુજરાત – સુરક્ષા અને વિકાસનું મોડેલ
NCRBનો 2024નો અહેવાલ સ્પષ્ટ કરે છે કે ગુજરાત માત્ર વેપાર-ઉદ્યોગમાં જ નહીં, પરંતુ નાગરિક સુરક્ષામાં પણ દેશનું મોડેલ રાજ્ય છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકો માટે સુરક્ષિત વાતાવરણ અને પોલીસની સતર્કતા રાજ્યને અન્ય રાજ્યો કરતાં આગળ રાખે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel