ઇરાન યુદ્ધ બાદ વૈશ્વિક સ્તરે ઊભી થયેલી ઇંધણ સંકટની સ્થિતિ વચ્ચે ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિમાં ગુજરાત રાજ્યમાં PNG (પાઇપ્ડ નેચરલ ગેસ), CNG અને LPGની ઉપલબ્ધતા અને ઉપયોગ વિશે ખાસ ચર્ચા ચાલી રહી છે.
ગુજરાતમાં હાલ કુલ 38,10,089 ઘરેલું PNG કનેક્શન કાર્યરત છે, જે રાજ્યને આ ક્ષેત્રમાં દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન અપાવે છે. રસોઈ માટે સીધી પાઇપલાઇન મારફતે ગેસ પહોંચાડતી PNG સેવા હવે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર સહિત કુલ 10 શહેરોમાં વ્યાપક બની ગઈ છે.
ઔદ્યોગિક અને કોમર્શિયલ સેક્ટરમાં પણ આગેવાની
ગુજરાતમાં માત્ર ઘરેલું જ નહીં પરંતુ ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ PNGનો વ્યાપ નોંધપાત્ર છે. રાજ્યમાં કુલ 5936 ઔદ્યોગિક PNG કનેક્શન નોંધાયા છે, જે દેશભરમાં સૌથી વધુ છે.
આ ઉપરાંત રાજ્યમાં 24,586 કોમર્શિયલ PNG કનેક્શન કાર્યરત છે, જે વેપારી અને સેવા ક્ષેત્રમાં PNGના વધતા ઉપયોગને દર્શાવે છે.
સરકારની ખાસ ઝુંબેશ : ડુપ્લિકેટ કનેક્શન પર નજર
ગુજરાત સરકારે LPG અને PNG બંને કનેક્શન ધરાવતા ગ્રાહકોની ઓળખ માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ પાસેથી મળેલા ડેટાના આધારે આ ચકાસણી ચાલી રહી છે, જેથી ગેરવપરાશને રોકી શકાય.
PNG કનેક્શન માટે ઝડપી પ્રક્રિયા
રાજ્યમાં PNG કનેક્શનને વધુ પ્રોત્સાહન આપવા માટે નવી પહેલ કરવામાં આવી છે:
- PNG કનેક્શન માટે અરજી કર્યા બાદ 7 દિવસમાં જ જોડાણ આપવામાં આવશે
- પાઇપલાઇન ખોદકામ માટે 24 કલાકમાં મંજૂરી
- રાજ્યની 10 સિટી ગેસ એજન્સીઓને દરરોજ 5000 નવા કનેક્શન આપવાનો આદેશ
CNG વપરાશ અને સ્ટેશનોની સ્થિતિ
ગુજરાતમાં CNGનો ઉપયોગ પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે:
- રાજ્યમાં કુલ 1099 CNG સ્ટેશનો કાર્યરત
- દૈનિક 40 લાખ કિલો CNGનો વપરાશ
- આશરે 7.5 લાખ વાહનો CNG પર દોડી રહ્યા છે
દેશના ગેસ વપરાશમાં ગુજરાતનો મોટો હિસ્સો
ગુજરાત દેશના નેચરલ ગેસ વપરાશમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે:
- દેશના કુલ ઘરેલું PNG કનેક્શનમાં ગુજરાતનો હિસ્સો: 22.8%
- કોમર્શિયલ PNGમાં હિસ્સો: 50.1%
- ઔદ્યોગિક PNGમાં હિસ્સો: 27.4%
- દેશના કુલ CNG સ્ટેશનોમાં ગુજરાતનો હિસ્સો: 12.3%
રાજ્યમાં દરરોજ સરેરાશ 28.46 MMSCM (મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર) નેચરલ ગેસનો વપરાશ થાય છે, જે દેશના કુલ 155.18 MMSCM ગેસ વપરાશમાં આશરે 18.3% છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel