Cyclone Biparjoyની અસર ગુજરાતના વાતાવરણ પર સર્જાઇ રહી છે. ત્યારે આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગાહી અનુસાર આવતીકાલથી ગુજરાતમાં વરસાદી માહોલમાં વધારો થશે. તો સુરત, વલસાડ,નવસારી અને અમદાવાદમાં આજે વરસાદની સંભાવના છે.
ગુજરાતમાં આવતીકાલથી પવનની ગતિ પણ વધવાની આગાહી છે. સુરત, વલસાડ,નવસારી અને અમદાવાદમાં આજે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 30 થી 40 કિમી પ્રતિ કલાક પવનની ગતિ રહેશે. 12,14,15 જૂને પવનની ગતિ વધતી જોવા મળશે. તેમજ વરસાદી માહોલ પણ વધશે. 55 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શકયતા છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. 12 તારીખથી દરિયામાં પવનની ગતિ વધશે.
હાલમાં પોરબંદરથી વાવાઝોડું 600 કિમી દૂર છે. જેમ જેમ વાવાઝોડું નજીક આવશે તેમ દરિયામાં સિગ્નલ બદલાશે. રાજ્યના તમામ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 24 કલાક વાવાઝોડું બિપરજોય ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. 24 કલાક બાદ ઉત્તર – ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. પાંચ દિવસ બાદ નલિયાથી 200 કિમિ દૂર વાવાઝોડું રહી શકે છે. રાજ્યમાં વાવાઝોડું ટકરાશે નહિ. જોકે દરિયાઈ પટ્ટા પર ભારે પવન અને વરસાદ જોવા મળી શકે છે. ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે. ગુજરાત રિજીયનમાં વરસાદી માહોલ રહેશે.