click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: 35 લાખથી વધુ યુઝર્સ અને 6 લાખથી વધુ ડ્રાઇવર્સ સાથે ‘ભારત ટેક્સી’ બની વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઑપરેટિવ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > 35 લાખથી વધુ યુઝર્સ અને 6 લાખથી વધુ ડ્રાઇવર્સ સાથે ‘ભારત ટેક્સી’ બની વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઑપરેટિવ
Gujarat

35 લાખથી વધુ યુઝર્સ અને 6 લાખથી વધુ ડ્રાઇવર્સ સાથે ‘ભારત ટેક્સી’ બની વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઑપરેટિવ

ભારત ટેક્સી સાથે જોડાયેલા ડ્રાઇવર્સની માસિક આવકમાં 25% થી 30% નો વધારો, પારદર્શક સિસ્ટમથી મુસાફરોને થઈ રહી છે લગભગ 15%ની બચત. 10,000થી વધુ ડ્રાઇવરોને સોફ્ટ સ્કિલ્સ અને ડિજિટલ હેન્ડલિંગની વ્યાવસાયિક તાલીમ આપવામાં આવી. મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત પોલીસ સાથે SOS ઇન્ટિગ્રેશન.

Last updated: 2026/05/28 at 2:52 પી એમ(PM)
One India News Team
Share
6 Min Read
SHARE

સામાન્ય રીતે જ્યારે પણ ‘સહકારિતા’ શબ્દનો ઉલ્લેખ થાય, ત્યારે સૌને અમૂલની દૂધ ક્રાંતિ યાદ આવે છે. પરંતુ, આજે ગુજરાતની સડકો પર એક નવી ડિજિટલ ક્રાંતિ દોડી રહી છે જેનું નામ છે ‘ભારત ટેક્સી’. આ માત્ર એક ઍપ નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના સપનાને સાકાર કરતી એ હજારો ડ્રાઈવરોની ગાથા છે, જે હવે કોઈ કંપનીના કર્મચારી નહીં, પણ આ મોબિલિટી પ્લેટફૉર્મના સ્વયં માલિક છે. 5 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા લૉન્ચ કરવામાં આવેલી આ પહેલ ટેક્નોલૉજી અને માનવીય ગરિમાના સંગમનું વિશ્વનું સૌથી મોટું ઉદાહરણ બની રહી છે.

Contents
કમીશનનો ‘ખેલ’ ખતમ, હવે ડ્રાઇવર્સ જ માલિકડાયનેમિક પ્રાઇસિંગમાંથી મુક્તિ: પારદર્શક સિસ્ટમથી મુસાફરોને થઈ રહી છે લગભગ 15%ની બચત6 લાખથી વધુ ડ્રાઇવરો અને 35 લાખથી વધુ યુઝર્સનું મોટું નેટવર્ક, ટૂંક સમયમાં વડોદરામાં પણ શરૂ થશે ભારત ટેક્સી

ભારત ટેક્સીના ચૅરમૅન અને અમૂલના એમડી જયેન મહેતાના મતે આ પરિવર્તન એક મોટી ક્રાંતિ સમાન છે. તેમણે કહ્યું કે, “ભારત ટેક્સીએ ડ્રાઇવર-ઓન્ડ મૉડલને વાસ્તવિકતા બનાવીને એ સુનિશ્ચિત કર્યું છે કે, રાઇડની 100% કમાણી કોઈપણ કપાત વિના સીધી ડ્રાઇવરો સુધી પહોંચે. આજે તે દુનિયાની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ તરીકે ઊભરીને ડ્રાઇવરોના સ્વાભિમાનને વધારી રહી છે, સાથે જ ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝનનો વૈશ્વિક સ્તરે એક નવો બેન્ચમાર્ક પણ સ્થાપિત કરી રહી છે.

કમીશનનો ‘ખેલ’ ખતમ, હવે ડ્રાઇવર્સ જ માલિક

મોબિલિટી ક્ષેત્રમાં અત્યાર સુધી ડ્રાઇવરો માટે સૌથી મોટી મુશ્કેલી ભારે કમિશન અને અનિશ્ચિત આવક રહી છે. પરંતુ ‘ભારત ટેક્સી’એ આ જૂની પેટર્નને બદલી નાખી છે. અહીં કોઈ વચેટિયા કે કોર્પોરેટ નથી, પરંતુ ડ્રાઇવર્સ જ આ કોઓપરેટિવના સ્ટેકહોલ્ડર્સ છે. તેનો સીધો પ્રભાવ પાયાના સ્તરે જોવા મળી રહ્યો છે. આ પ્લેટફોર્મમાં જોડાયા પછી, એક સરેરાશ ડ્રાઇવરની માસિક આવક 25% થી 30% વધી છે. આ આંકડો ફક્ત કમાણીનો નહીં, પરંતુ એ હજારો પરિવારોની સમૃદ્ધિનો દસ્તાવેજ છે, જેઓ હવે પરંપરાગત એગ્રીગેટર મૉડલથી બહાર નીકળી રહ્યા છે.

ડ્રાઇવરોના જીવનમાં આવેલા આ બદલાવને પ્રવીણ ઠાકોરના અનુભવથી સારી રીતે સમજી શકાય છે. તેઓ કહે છે કે, “અન્ય કંપનીઓ સાથે કામ કરવું હવે ફાયદાકારક રહ્યું ન હતું. પરંતુ, ‘ભારત ટેક્સી’ સાથે જોડાયા પછી અમને વધુ સારો રેટ અને પ્રતિસાદ મળી રહ્યા છે. આ મૉડલ સાથે જોડાઈને કોઈપણ ડ્રાઇવર સારી કમાણી કરીને પોતાના પરિવારનું ભવિષ્ય સુરક્ષિત બનાવી શકે છે.”

ડાયનેમિક પ્રાઇસિંગમાંથી મુક્તિ: પારદર્શક સિસ્ટમથી મુસાફરોને થઈ રહી છે લગભગ 15%ની બચત

ભારત ટેક્સી ફક્ત ડ્રાઇવર્સની આવક વધારવા સુધી સીમિત નથી, પરંતુ તેણે ‘પેસેન્જર એક્સપીરિયન્સ’ને પણ નવો આયામ આપ્યો છે. ખાનગી એગ્રીગેટર પ્લેટફોર્મ્સમાં ઘણીવાર ડાયનેમિક પ્રાઇસિંગને કારણે ફૅરમાં અનિશ્ચિતતા રહેતી હોય છે. જો કે, ભારત ટેક્સીએ આ માળખું સ્થિર અને પારદર્શક રાખ્યું છે. આનો મુસાફરોને સીધો ફાયદો થઈ રહ્યો છે અને તેઓ સરેરાશ 15% ઓછું ભાડું ચૂકવી રહ્યા છે.

મુસાફરોની આ બચત અને ડ્રાઇવરોની સ્વતંત્રતાના આ ‘વિન-વિન’ મૉડલ અંગે ડ્રાઇવર જનક બારોટ કહે છે કે, “અહીં શૂન્ય કમિશન છે અને ચૂકવણી સીધી અમારા ખાતામાં થાય છે; અમને એક માલિક હોવાનો અનુભવ થાય છે. અન્ય કંપનીઓ ₹30/કિમી ભાડું વસૂલે છે, જેની સરખામણીમાં અમે ગ્રાહકો પાસેથી ₹17-18 ભાડું લઈ રહ્યા છીએ, જે તેમના માટે પણ ફાયદાકારક છે. ભવિષ્યમાં સંસ્થાના વિસ્તરણ સાથે અમને પેન્શન અને વીમા જેવી યોજનાઓનો લાભ પણ મળશે.”

6 લાખથી વધુ ડ્રાઇવરો અને 35 લાખથી વધુ યુઝર્સનું મોટું નેટવર્ક, ટૂંક સમયમાં વડોદરામાં પણ શરૂ થશે ભારત ટેક્સી

ગુજરાતમાં 1 લાખ સહિત દેશભરમાં 6 લાખથી વધુ ડ્રાઇવરો અને 35 લાખથી વધુ ઍપ ડાઉનલોડ્સની સાથે ભારત ટેક્સી ઝડપથી એક મજબૂત રાષ્ટ્રીય પ્લેટફોર્મ બની રહી છે. અમદાવાદ અને સુરતમાં જબરદસ્ત સફળતા મેળવ્યા પછી, હવે વડોદરા આ કંપનીના વિસ્તારનું આગામી મુખ્ય કેન્દ્ર છે. પોતાની જમીની સ્તરની હાજરીને વધુ મજબૂત કરવા માટે IT પાર્ક, હાઉસિંગ સોસાયટીઓ અને એરપોર્ટ જેવા ઉચ્ચ આવાગમનવાળા વિસ્તારોમાં વપરાશકર્તાઓ સાથે સીધા જોડાવા માટે કંપની ‘બિલો ધ લાઇન’ (BTL)ની વ્યૂહરચના અપનાવી રહી છે, જે તેને એક જનકેન્દ્રિત બ્રાન્ડ બનાવે છે.

આ વધતા નેટવર્ક અને સરળ પ્રક્રિયા અંગે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રેસિડેન્ટ અજય કુમાર ગુપ્તા કહે છે, “ગ્રાહકોને એ બાબત ખૂબ આકર્ષિત કરે છે કે, આ ‘આપણા ભારતની કંપની’ છે અને તેમાં ડ્રાઇવરો પાસેથી કોઈ કમિશન લેવામાં નથી આવતું. તમામ ડ્રાઇવરોને મારી અપીલ છે કે, તેઓ આની સાથે જોડાય. તેની પ્રક્રિયા એટલી સરળ છે કે, એપ્લિકેશન પર દસ્તાવેજો સબમિટ કર્યાના માત્ર 12 કલાકમાં મંજૂરી મળી જાય છે.”

ગુજરાતમાં ભારત ટેક્સીને મળ્યું રાજ્ય પોલીસનું ‘સુરક્ષા કવચ’ અને ઇન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ સિસ્ટમની સુવિધા સલામતી અને ટેક્નોલૉજીના અજોડ મિશ્રણનો પુરાવો છે- ગુજરાત પોલીસ સાથે તેનું સીધું SOS સંકલન, જે મુસાફરો અને ડ્રાઇવરો માટે ‘સુરક્ષા કવચ’ તરીકે કાર્ય કરે છે. વધુમાં, સોમનાથ અને દ્વારકા જેવા પવિત્ર યાત્રાધામો માટે એક સમર્પિત રૂટ કનેક્ટિવિટીના કારણે ભારત ટેક્સી માત્ર શહેરી પરિવહન સુધી સીમિત ન રહેતા, શ્રદ્ધાળુઓની આસ્થા અને વિશ્વાસની સારથિ પણ બની ગઈ છે.

વધુમાં, સેવાની ગુણવત્તા જાળવી રાખવા માટે, 10,000થી વધુ ડ્રાઇવરોને ડિજિટલ સાક્ષરતા અને સોફ્ટ સ્કિલ્સમાં વ્યાપક તાલીમ આપવામાં આવી છે. મેટ્રો, GSRTC અને એરપોર્ટ ઓથોરિટી સાથેની તેની ‘ઇન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ સિસ્ટમ’ એ ગુજરાતમાં મુસાફરીને એક સરળ અનુભવમાં પરિવર્તિત કરી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

નર્મદા જિલ્લા કલેક્ટરે રાજપીપલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી

ભુજ ખાતે બોર્ડર આઉટપોસ્ટ G-7નું ઉદ્ઘાટન કરી જવાનો સાથે સીધો સંવાદ કરતા કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ

NEET-UG 2026 પેપર લીક કેસ: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો જવાબ, PM મોદી જાતે મોનિટરિંગ કરી રહ્યા છે

શ્રી કૃષ્ણ અને શ્રી રામ દ્વારા લીલાઓ સાથે પ્રકૃતિના રક્ષણનું કાર્ય કેન્દ્રમાં હતું – વિશ્વાનંદ માતાજી

સુરતના મોટા વરાછાના પોશ ફ્લેટમાં ચાલતી હાઈપ્રોફાઈલ ‘લેડીઝ જુગારક્લબ’ પર ઉત્રાણ પોલીસનો દરોડો

TAGGED: @india, Bharat Taxi, Bharat Taxi app India, Breaking news, cheap taxi India, CM Gujarat, cooperative mobility India, Cooperative Model, Digital Transport, Driver Owned Platform, driver owned taxi platform, gujarat, Gujarat news, Gujarat transport app, gujarati news, india news, latest news, Mobility Platform India, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Politics, Ride Sharing India, ride sharing without commission, top news, top news channel, topnewschannel, topnewschannelinindia, ગુજરાત ટેક્સી સેવા, ગુજરાત સમાચાર, ડિજિટલ ટ્રાન્સપોર્ટ ગુજરાત, ડિજિટલ પરિવહન, ડ્રાઇવર આવક, ડ્રાઇવર ઓન્ડ મોડલ, ભારત, ભારત ટેક્સી, ભારત ટેક્સી એપ, મોબિલિટી પ્લેટફોર્મ, સસ્તી ટેક્સી સેવા, સહકારથી સમૃદ્ધિ, સહકારિતા, સહકારિતા પરિવહન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 28, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાતની મહાનગરપાલિકાઓમાં નવા પદાધિકારીઓની જાહેરાત, રાજકોટ-વડોદરા સહિત અનેક શહેરોમાં નવા મેયર નિમાયા
Next Article અકસ્માત દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓને શ્રધ્ધાંજલિ સહાય અર્પણ કરતાં મોરારિબાપુ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નર્મદા જિલ્લા કલેક્ટરે રાજપીપલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી
Gujarat Narmada મે 29, 2026
ભુજ ખાતે બોર્ડર આઉટપોસ્ટ G-7નું ઉદ્ઘાટન કરી જવાનો સાથે સીધો સંવાદ કરતા કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ
Gandhinagar Gujarat Kutch મે 29, 2026
NEET-UG 2026 પેપર લીક કેસ: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો જવાબ, PM મોદી જાતે મોનિટરિંગ કરી રહ્યા છે
Gujarat મે 29, 2026
શ્રી કૃષ્ણ અને શ્રી રામ દ્વારા લીલાઓ સાથે પ્રકૃતિના રક્ષણનું કાર્ય કેન્દ્રમાં હતું – વિશ્વાનંદ માતાજી
Bhavnagar Gujarat મે 29, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?