પોરબંદરના દરિયા માગઁ પર તા ૯/૬/૨૦૨૩ સાંજના સમયએ એ.ટી.એસ દ્રારા ત્રણ ઇસ્લામિક યુવાનોને પકડવામાં આવ્યા.તે ત્રણ યુવાનો આતંકવાદી સંગઠન સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિઝન સાથે સંકળાયેલા હતાં.અને ભારત છોડીને બહાર હિજરત કરવાની તૈયારીમાં હતાં
એ.ટી.એસ ડિપાઁટમેન્ટના જણાવ્યા અનુસાર આ ત્રણ યુવાનો ની અટકાય કરવામાં આવી અને ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવી .તે ત્રણ યુવાનોના નામ આ મુજબ છે (૧) ઉમેદ નાસીર મીર રહે. ૯૦ ફૂટ રોડ ,શાહ ફસલ કોલોની શ્રીનગર (૨) હનાન હયાત શોલ રહે .૯૦ ફૂટ રોડ સૌરા નૌશરા શ્રીનગર (૩) મોહમ્દ હાજીમ શાહ રહે.ઘર નંબર ૫૨ ૫૨/૫૨ શ્રીનગર .
એ.ટી.એસ દ્રારા વધુ પૂછપરછ અને કાયઁવાહી કરવામાં આવતા જાણવા મળ્યું કે તેઓ કશ્મીરી યુવાનો છે.અને તેમની પાસેથી અમુક સામાન,દસ્તાવેજો ,તીક્ષ્ણ અને ડિજીટલ ઉપકરણો મળી આવ્યા છે.તેમજ આ વ્યકિતઓના કલાઉડ સ્ટોરેજ એકાઉન્ટ એકસેસ કરતા પોલીસને ISKP ના બેનરો અને ધ્વજ સાથેના અમુક ફોટોગ્રાફસ મળી આવ્યા. પોલિસ દ્રારા તેમને વધુ દબોચવામાં આવતા તેમણે જણાવ્યું કે ,આ યુવાનોના હેન્ડલર અબ્બુ હમઝા છે.તેમના દ્રારા બધી માહિતી પહોંચાડવામાં આવતી હતી.તેમને હેન્ડલર તરફથી સુચના મળી હતી કે પહેલા તેઓ પોરબંદર જશે અને ત્યાં કોઇ બોટમાં મજૂરી કરશે ત્યારબાદ આ બોટનો ઉપયોગ કરીને તેઓ જીપીએસ કોડિઁનેટ સુધી પહોંચવાના હતાં.અને ત્યાથી સીધા ઇરાન તરફ જઇને ISKP દ્રારા તેમને નકકી કરેલા આતંકવાદી હુમલામાં કામ કરવાના હતાં.આ આતંકવાદી હુમલામાં તેમના બધા દસ્તાવેજો ,નિવેદનો,ફોટોગ્રાફ અને વિડિયો ખાસ કામમાં લેવાના હતાં.