ગુજરાતને વૈશ્વિક રમતગમતના કેન્દ્ર તરીકે વિકસાવવાના પ્રયાસોને વધુ વેગ મળ્યો છે. વર્લ્ડ એથ્લેટિક્સનું પાંચ સભ્યોનું ઉચ્ચસ્તરીય ડેલિગેશન ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યું છે. આ ડેલિગેશન ગુજરાતના રમતગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટેડિયમ સુવિધાઓ અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના આયોજન માટેની તૈયારીઓનું મૂલ્યાંકન કરશે.
ગુજરાત સરકાર આગામી 2028 વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પિયનશિપ અને 2031 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની યજમાની મેળવવા માટે સક્રિય પ્રયાસો કરી રહી છે. આ સંદર્ભમાં વર્લ્ડ એથ્લેટિક્સની બીડ ઈવેલ્યુએશન પેનલનું ગુજરાત આગમન અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
એંટી ફિલ્હાકોસ્કીના નેતૃત્વમાં ડેલિગેશન ગુજરાતમાં
વર્લ્ડ એથ્લેટિક્સના બીડ ઈવેલ્યુએશન પેનલના ચેરમેન એંટી ફિલ્હાકોસ્કીના નેતૃત્વમાં પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ 22 અને 23 જૂન દરમિયાન ગુજરાતમાં વિવિધ સ્થળોની મુલાકાત લેશે.
ડેલિગેશન રમતગમત માટે ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓ, ખેલાડીઓ માટેની વ્યવસ્થાઓ, પરિવહન, આવાસ અને અન્ય જરૂરી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરશે.
Honoured to join Hon’ble Chief Minister Shri @Bhupendrapbjp Ji in an insightful meeting with the World Athletics delegation comprising Mr. Antti Pihlakoski, Mr. Mark Hurst, Mr. Marton Gyulai, Mr. Niels Lindholm, and Ms. Alexandra Fuchs.
The discussions reflected a shared vision… pic.twitter.com/LID4KaRzrU
— Harsh Sanghavi (@sanghaviharsh) June 22, 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મહત્વપૂર્ણ બેઠક
ગુજરાત પ્રવાસની શરૂઆત ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથેની બેઠકથી થઈ હતી.
મુખ્યમંત્રીએ ડેલિગેશન સાથેની ચર્ચામાં જણાવ્યું હતું કે ગુજરાત છેલ્લા કેટલાક વર્ષોમાં રમતગમત ક્ષેત્રે ઝડપથી વિકાસ કરી રહ્યું છે અને રાજ્યમાં વિશ્વકક્ષાની સ્પોર્ટ્સ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ડેલિગેશનને ગુજરાતની રમતગમત સંસ્કૃતિ, ખેલ પ્રત્યેનો ઉત્સાહ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રત્યક્ષ અનુભૂતિ થશે.
2031 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે ગુજરાત આશાવાદી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાત સરકાર 2031 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની યજમાની મેળવવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.
તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રમાં સતત રોકાણ કરવામાં આવી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમોનું સફળ આયોજન કરવા માટે જરૂરી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ માટે ગુજરાત તૈયાર : હર્ષ સંઘવી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક દરમિયાન જણાવ્યું હતું કે ગુજરાત માત્ર વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ જ નહીં, પરંતુ કોમનવેલ્થ ગેમ્સ 2030, વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ અને અન્ય વૈશ્વિક રમતોત્સવોના આયોજન માટે પણ સજ્જ બની રહ્યું છે.
તેમણે જણાવ્યું કે રાજ્યમાં અનેક વિશ્વકક્ષાની રમતગમત સુવિધાઓ ઝડપથી વિકસાવવામાં આવી રહી છે, જે આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સના આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ગુજરાતના આ સ્પોર્ટ્સ હબ બનશે મુખ્ય આકર્ષણ
ડેલિગેશનને ગુજરાતના અદ્યતન રમતગમત માળખાનું નિરીક્ષણ કરાવવામાં આવશે. જેમાં મુખ્યત્વે નીચેના સ્થળોનો સમાવેશ થાય છે:
- વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ
- સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ
- વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ – નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
- કરાઈ સ્પોર્ટ્સ એકેડમી
આ તમામ સ્થળોએ આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતોત્સવોનું સફળ આયોજન થઈ શકે તેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
રમતગમત ક્ષેત્રે ગુજરાતની વૈશ્વિક ઓળખ મજબૂત બનશે
જો ગુજરાતને 2028 વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પિયનશિપ અને 2031 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની યજમાની મળે છે, તો રાજ્યને વૈશ્વિક રમતગમતના નકશા પર વિશેષ સ્થાન મળશે. આ પ્રકારના મેગા ઇવેન્ટ્સથી રમતગમત ઉપરાંત પ્રવાસન, રોજગારી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક રોકાણને પણ મોટો ફાયદો થશે.
આગામી બે દિવસ રહેશે નિર્ણાયક
વર્લ્ડ એથ્લેટિક્સ ડેલિગેશન આગામી બે દિવસ દરમિયાન વિવિધ સ્થળોની મુલાકાત લઈને પોતાના મૂલ્યાંકન અહેવાલ તૈયાર કરશે. ગુજરાત સરકારને આશા છે કે રાજ્યની સુવિધાઓ અને આયોજન ક્ષમતાથી પ્રભાવિત થઈને વર્લ્ડ એથ્લેટિક્સ ભવિષ્યની ચેમ્પિયનશિપ માટે ગુજરાતની પસંદગી કરશે.
આ મુલાકાત ગુજરાતને આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રમાં વધુ મજબૂત સ્થાન અપાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel