ઉત્તર ભારતમાં વધતી ગરમીમાં લોકોને જીવવું મુશ્કેલ થઈ ગયુ છે. એપ્રિલમાં થયેલા કમોસમી વરસાદથી થોડી રાહત થઈ પરંતુ જૂનમાં ફરી પારો જબરજસ્ત ઉંચો પહોચી ગયો હતો. છેલ્લા કેટલાક વર્ષોનીએ અપેક્ષાએ આ વર્ષે ચોમાસું તેના સમય કરતા ઘણુ મોડા છે. ખેડુતોનું માનવું છે કે આ વખતે ચોમાસું લેટ હોવાના કારણે વરસાદ ઓછો આવી શકે છે. જેના કારણે પાકને નુકસાન થઈ શકે છે. અને આ સાથે વર્ષ 2022માં ચોમાસું ઘણુ કમજોર હતું જેના કારણે ખેડુતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.
આ વર્ષે ચોમાસું લેટ થવાના કારણે લોકોની ચિંતા ઘણો વધારો થયો છે. આ દરમિયાન સ્કાયમેટના પુર્વાનુમાને ભયનું વાતાવરણ ઉભુ કર્યુ છે. સ્કાયમેટે કહ્યું છે કે 6 જુલાઈ સુધીમાં ચોમાસું નબળું થઈ શકે છે. જેના કારણે પાકની વાવણીમાં પણ લેટ થશે. તમને જણાવી દઈએ કે સ્કાયમેટ એક પ્રાઈવેટ ફોરકાસ્ટિંગ એજન્સી છે. અને આ એજન્સીના જણાવ્યા પ્રમાણે આગામી 4 અઠવાડિયા સુધી ચોમાસુ નબળુ રહે તેવુ અનુમાન લગાવી રહ્યા છે.
એક વાતની તમને જાણ કરી દઈએ કે દઈએ કે કેરળના દરિયાકાંઠે ઘણા લાંબા વિલંબ પછી 8 જૂનના રોજ ચોમાસું પહોંચ્યું હતું. હવામાનશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે ઉત્તર ભારતમાં પણ ચોમાસું ઘણું મોડા પહોચે તેવી સંભાવના છે. ઉત્તર ભારતમાં ચોમાસું બેસવાની સંભાવના 8 મી જુલાઈ બતાવવામાં આવી છે. જેના કારણે પાકની વાવણીમાં પણ વિલંબ થઈ શકે છે. વર્ષ 2022માં દુષ્કાળના કારણે યુપીના 62 જિલ્લાઓને દુષ્કાળ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગયા વર્ષે ડાંગરના પાકને ઘણું નુકસાન થયું હતું. અને નબળા ચોમાસાની અસર બિહાર અને ઝારખંડમાં પણ જોવા મળી હતી.
તમને જણાવી દઈએ કે દક્ષિણ ભારતમાં ચોમાસુ બેસી યું છે. જો કે આ વખતે નબળા ચોમાસાના કારણે આવી અનેક સમસ્યાઓ જોવા મળી શકે છે. જેને લઈને સ્કાઈમેટે પહેલા જ આગાહી કરી દીધી છે.