રાજ્ય સરકારે સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 94 હજારથી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં ૪૮૬૪, કચ્છમાં ૪૬,૮૨૩, જામનગરમાં ૯૯૪૨, પોરબંદરમાં ૪૩૭૯, દેવભૂમિ દ્વારકામાં ૧૦,૭૪૯, ગીર સોમનાથમાં ૧૬૦૫, મોરબીમાં ૯૨૪૩ અને રાજકોટમાં ૬૮૨૨ મળી કુલ ૯૪,૪૨૭ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
સંભવિત વાવાઝોડાથી અસરગ્રસ્ત થનારા જિલ્લાઓમાં વરસાદ કે ભારે પવનને કારણે વીજપૂરવઠો ખોરવાઇ જાય તો લોકોને પીવાનું પાણી સરળતાએ મળી રહે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક
- વહિવટીતંત્રની કામગીરીની માહિતી મેળવી જરૂરી સૂચનો આપ્યા
- અત્યાર સુધીમાં 94 હજારથી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર
- વન્ય પ્રાણીઓની સુરક્ષા-સલામતી માટે વન વિભાગ દ્વારા 180 ટીમો તૈયાર
- ધરાશાયી થયેલા તમામ 400 વૃક્ષોને હટાવી રસ્તાઓ પુનઃ કાર્યરત કરાયા
- વરસાદ કે ભારે પવનને કારણે વીજપૂરવઠો ના ખોરવાય તે માટે પૂર્વ વ્યવસ્થા
- પાણી પૂરવઠાને વિપરીત અસર ન પડે તે માટે 25 જેટલા જનરેટર સેટ સ્ટેન્ડબાય
- NDRF, SDRF અને પોલીસ તથા વહીવટીતંત્ર સહિયારા પ્રબંધનથી કાર્યરત