કિંમતની અસમાનતા, બજારની અસ્થિરતાને કારણે અનેક કંપનીઓએ આઇપીઓ પ્લાન મુલતવી રાખ્યા છે. તાજેતરના ઇશ્યુઓમાં સફળતા મળી હોવા છતાં આઇપીઓ માર્કેટમાં સન્નાટો છવાયેલો છે. જેના કારણે એપ્રિલથી લગભગ એક ડઝન જેટલી આઇપીઓ મંજૂરીઓ અમાન્ય થઈ ગઈ છે જયારે અડધો ડઝન મંજૂરીઓ આગામી ૬ અઠવાડિયામાં સમાપ્ત થઈ જશ
કંપનીઓ આઇપીઓ પહેલા પ્રોસ્પેકટસ ફાઈલ કરે છે. જે પ્રારંભિક દસ્તાવેજ છે અને તેમાં આઇપીઓ અને કંપનીને લગતી તમામ જરૂરી વિગતો શામેલ હોય છે આઈપીઓની મંજૂરી પછી કંપનીએ અંતિમ મંજૂરીની તારીખથી એક વર્ષની અંદર ૈંઁર્ં લાવવાનો હોય છે.
જે આઇપીઓની મંજૂરીની સમયસીમા સમાપ્ત થઈ રહી છે તે કંપનીઓસંયુક્ત રીતે આશરે રૂ. ૪૮,૧૮૦ કરોડનું ભંડોળ એકત્ર કરવાની હતી.
ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સનું કહેવું છે કે કેટલીક કંપનીઓ તેમના પ્રોસ્પેકટસને ફરીથી સબમિટ કરી શકે છે, જેથી તેમને લિસ્ટિંગ કરવાની બીજી તક મળે. કેટલીક કંપનીઓ ભંડોળ ઊભું કરવાની વૈકલ્પિક પદ્ધતિઓ શોધી રહી છે. આધાર હાઉસિંગ ફાઇનાન્સ, છઁૈં હોલ્ડિંગ્સ, મેકલીઓડ્સ ફાર્માસ્યુટિકલ્સ, ભારત ખૈંલ્લ અને ફેબઇન્ડિયા એવી કંપનીઓમાં સામેલ છે જેમની એક વર્ષની મંજૂરીનો સમયગાળો સમાપ્ત થઈ ગયો છે.
કેલેન્ડર વર્ષ ૨૦૨૩માં અત્યાર સુધીમાં ૬ કંપનીઓએ ૈંઁર્ં દ્વારા રૂ. ૬,૪૩૦ કરોડ એકત્ર કર્યા છે. આઈકીયો લાઇટિંગનો આઇપીઓ ૬૭ વખત સબ્સ્ક્રાઇબ થયો હતો અને મેનકાઇન્ડ ફાર્માનો રૂ. ૪,૩૨૬ કરોડનો ઇશ્યુ ૧૫ વખત સબસ્ક્રાઇબ થયો હતો. સેકન્ડરી માર્કેટમાં આવેલી તેજીને કારણે આ આઇપીઓને સારો પ્રતિસાદ મળ્યો હતો.
વિવિધ પરિબળો – દર વધારાની આશંકા, હિંડનબર્ગ રિપોર્ટ અને યુએસમાં બેંકિંગ કટોકટીએ બજારની અસ્થિરતાને વેગ આપ્યો હતો. આ કારણે આઇપીઓ રજુ કરવાની તૈયારી કરી રહેલી કંપનીઓએ તેમના લિસ્ટિંગ પ્લાનમાં સાવચેતી રાખવાનું યોગ્ય માન્યું હતું.
વધુમાં, ગયા વર્ષે પ્રોસ્પેકટસ ઊંચા મૂલ્યાંકનની અપેક્ષા સાથે ફ્લોટ કરવામાં આવ્યા હતા. બેન્કર્સનું કહેવું છે કે કેટલીક કંપનીઓ મૂડીની જરૂરિયાતને કારણે વેલ્યુએશન ઘટાડી શકે છે.
જાણકારોનું કહેવું છે કે પ્રવર્તમાન સંયોગો જોતા ભવિષ્યમાં વધુ સંખ્યામાં કંપનીઓ આઇપીઓ લાવવા માટે મળેલી મંજૂરીઓને અવગણીને લિસ્ટિંગ પ્લાન ટાળી શકે છે.