રાજ્ય સરકારના એક પ્રવક્તા અનુસાર આ વર્ષે 21 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. પ્રત્યેક ઘાટ, મઠ, મંદિર, સૂર્ય કુંડ, ભરત કુંડ અને દરેક ઘરને દીવાથી રોશન કરવામાં આવશે. યોગી આદિત્યનાથ સરકાર માર્ચ 2017માં સત્તામાં આવ્યા બાદથી દર વર્ષે દીવાળીની પૂર્વ સંધ્યાએ અયોધ્યામાં દીપોત્સવ સમારોહ આયોજિત કરતી રહી છે.
પોતાની સરકાર માટે અયોધ્યાના મહત્વ મુદ્દે જોર આપતા મુખ્યમંત્રીએ કહ્યુ, વર્તમાનમાં અયોધ્યામાં લગભગ 32,000 કરોડ રૂપિયાની પરિયોજનાઓ ચાલી રહી છે. સમગ્ર દેશના કોઈ પણ શહેરમાં આટલી મોટી સંખ્યામાં પરિયોજનાઓ ચાલી રહી નથી. તેમણે કહ્યુ કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 500 વર્ષ બાદ રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાને બિરાજમાન કરશે તો સમગ્ર દુનિયા અયોધ્યા તરફ આકર્ષિત થશે.
आज हमारी श्री अयोध्या जी दुनिया की सबसे वैभवशाली नगरी बन रही हैं… pic.twitter.com/VRMGhxPG9f
— Yogi Adityanath (@myogiadityanath) June 15, 2023
મુખ્યમંત્રીએ અયોધ્યામાં ચાલી રહેલી વિકાસ પરિયોજનાઓને સૂચિબદ્ધ કર્યા. તેમણે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, રેલવે સ્ટેશન અને અન્ય પરિયોજનાઓનો ઉલ્લેખ કર્યો. યોગીએ આ અવસરે વિપક્ષ પર પણ હુમલો કર્યો અને કહ્યુ અયોધ્યામાં રોડ નહોતા, ટ્રેન કનેક્ટિવિટી નહોતી. ગોરખપુર અને લખનૌથી અયોધ્યા સુધી પહોંચવામાં 5-6 કલાક લાગતા હતા. હવે આ મુસાફરી એક કલાકમાં પૂરી થઈ જાય છે. તેમણે કહ્યુ કે 6 વર્ષ પહેલા લોકો અયોધ્યાનું નામ પણ લેતા નહોતા પરંતુ આ સરકાર આના સમગ્ર વિકાસને નક્કી કરવા માટે પ્રયાસ કરી રહી છે.