ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું ગુરૂવારે મધરાતે જ્યારે લેન્ડફોલ દરમિયાન કચ્છ ઉપર ત્રાટક્યું હતું, જો કે તેની બાદ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાકને લઈને આ આગાહી કરવામાં આવી છે. નાવ કાસ્ટ જાહેર કરીને હવામાન વિભાગે 3 કલાક માટે ધોધમાર વરસાદ ખાબકવાની શક્યતા વ્યક્ત કરી હતી.
જેના પગલે આજે બપોર બાદ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોના સામાન્ય થી ભારે વરસાદ ખાબક્યો હતો. જેમાં શહેરના પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં પણ અનેક વિસ્તારોના ભારે પવન સાથે વરસાદ ખાબકયો હતો. જેમાં શહેરના વસ્ત્રાપુર, મેમનગર,સેટેલાઇટ અને જોધપુર વિસ્તારમાં ભારે વરસાદ ખાબકયો હતો.
બિપરજોય વાવાઝોડું ગુરૂવારે મધરાતે જ્યારે લેન્ડફોલ દરમિયાન કચ્છ (Kutch)ઉપર ત્રાટક્યું હતું. ત્યારે આ વિકટ અને ગંભીર પરિસ્થિતિમાં પણ વહીવટી તંત્રના જાંબાઝ અધિકારીઓની સમગ્ર ટીમ તથા મેડિકલ ટીમ કાર્યરત રહીને કામગીરી કરી રહી હતી. મુન્દ્રા સીએચસી ખાતે આવેલી એક પ્રસૂતાનું સિઝેરિયન કરીને સફળતાપૂર્વક બાળકીનો જન્મ કરાવવામાં આવ્યો હતો.