યોગને વૈશ્વિક સ્તરે વધુ લોકપ્રિય બનાવવાના હેતુ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે, યોગ શરીર અને મનથી સ્વસ્થ અને ખુશ રહેવા માટે વિશ્વને જોડે છે. વડાપ્રધાનની આ ટિપ્પણી International Yoga Day 2023 ના થોડા દિવસો પહેલા આવી છે. તેમની યુએસ મુલાકાત દરમિયાન, તેઓ ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ સબા કોરોસી પણ સમારોહમાં ભાગ લેશે.
Looking forward to seeing you at the International Day of Yoga celebrations at the UNHQ. Your participation makes the programme even more special.
Yoga brings the world together towards furthering good health and wellness. May it keep getting more popular globally. https://t.co/QjPUZemOeo
— Narendra Modi (@narendramodi) June 16, 2023
કોરોસીએ એક ટ્વિટમાં કહ્યું કે, “હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયના ઉત્તર લૉન ખાતે આવતા અઠવાડિયે સંયુક્ત રાષ્ટ્રમાં 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે ઉત્સાહિત છું.
તેમના જવાબમાં વડાપ્રધાન મોદીએ લખ્યું, “સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં તમને મળવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. તમારી સહભાગિતા ઇવેન્ટને વધુ વિશેષ બનાવે છે. યોગ શરીર અને મનથી સ્વસ્થ અને ખુશ રહેવાની દિશામાં વિશ્વને એકસાથે લાવે છે. યોગ વૈશ્વિક સ્તરે વધુ લોકપ્રિય બન્યો છે.
બીજી એક ટ્વિટમાં વડાપ્રધાન મોદીએ લોકોને યોગને તેમના રોજિંદા જીવનનો એક ભાગ બનાવવા વિનંતી કરી હતી. તેણે વિવિધ આસનો દર્શાવતો વીડિયો પણ શેર કર્યો છે.
Yoga holds profound benefits for both body and mind, fostering strength, flexibility, and tranquility. Let us make Yoga a part of our lives and further wellness as well as peace. Sharing a set of videos depicting the various Asanas. https://t.co/Ptzxb89hrV
— Narendra Modi (@narendramodi) June 16, 2023
વડાપ્રધાને કહ્યું, યોગ શરીર અને મન બંને માટે ખૂબ ફાયદાકારક છે. તે શક્તિ, સુગમતા અને શાંતિને પ્રોત્સાહન આપે છે. આવો, યોગને આપણા જીવનનો એક ભાગ બનાવીએ અને શરીર અને મનથી સ્વસ્થ અને ખુશ રહીએ. તેનાથી પણ શાંતિ મળે છે.