આદિપુરુષ ફિલ્મના નિર્માતાઓને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે, જેમા સુપ્રીમ કોર્ટે આજે ફિલ્મ આદિપુરુષના CBFC સર્ટિફિકેટ રદ કરવાની માંગ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું CBFC તેનું કામ કરે છે. તેમના દ્વારા જારી કરાયેલ સર્ટિફિકેટને પડકારવાથી સીધી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ શકશે નહીં.
Supreme Court stays proceedings pending before different High Courts against makers of the film "Adipurush". Supreme Court also issues notice on an appeal filed by the makers of the film against Allahabad High Court order asking them to appear before it on July 27.
Supreme Court… pic.twitter.com/XfbrYyGU5B
— ANI (@ANI) July 21, 2023
આ સાથે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના એ આદેશ પર સ્ટે લગાવી દીધો હતો, જેમાં ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક અને સંવાદ લેખકને રૂબરૂ હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. સુપ્રિમ કોર્ટે અન્ય હાઈકોર્ટમાં પણ ફિલ્મ વિરુદ્ધ પેન્ડિંગ કેસો પર રોક લગાવી દીધી છે.
અલ્હાબાદ હાઈકોર્ટે હાજર થવાનો આદેશ આપ્યો હતો
અલ્હાબાદ હાઈકોર્ટમાં હાજર થવાના આદેશ વિરુદ્ધ ફિલ્મ આદિપુરુષના નિર્માતા બુધવારે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા જ્યા તેમના વકીલે અલાહાબાદ હાઈકોર્ટના આદેશનો મામલો મુખ્ય ન્યાયાધીશ સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો, પરંતુ મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે તેઓ સુનાવણી માટે વિનંતી આવતીકાલે તેની સામે રાખે. ઉલ્લેખનીય છે કે, અલ્હાબાદ હાઈકોર્ટે ફિલ્મ આદિપુરુષના નિર્દેશક ઓમ રાઉત, નિર્માતા ભૂષણ કુમાર, સંવાદ લેખક મનોજ મુન્તાશીરને 27 જુલાઈએ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. આ સાથે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ફિલ્મ અંગે પોતાનો અભિપ્રાય રજૂ કરવા માટે એક સમિતિની રચના કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
તમામ હાઈકોર્ટમાં પેન્ડિંગ પિટિશન પર રોક લગાવી
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અલ્હાબાદ તેમજ અન્ય હાઈકોર્ટમાં ફિલ્મ આદિપુરુષ વિરુદ્ધ ચાલી રહેલી તમામ સુનાવણીઓ પર રોક લગાવવામાં આવશે. અલાહાબાદ હાઈકોર્ટે ફિલ્મ આદિપુરુષ વિરુદ્ધ પીઆઈએલની સુનાવણી કરતી વખતે ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક અને સંવાદ લેખકને રૂબરૂ હાજર થવા જણાવ્યું હતું. અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ અરજીઓમાં ફિલ્મ પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવીને તેના પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી હતી. આ સિવાય સુપ્રીમ કોર્ટમાં તેના CBFC પ્રમાણપત્રને રદ કરવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી.