હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદને કારણે સ્થિતિ વધુ વણસી ગઈ છે. અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. શિમલા, મંડી અને સિરમૌરમાં ભારે વરસાદથી નુકસાનના સમાચાર છે. વરસાદ લોકો માટે હાલ મુસીબત બન્યો છે. નદી-નાળાના પાણી ઘરો અને દુકાનોમાં ભરાયા છે. અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. રાજ્યમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી હતી. ભૂસ્ખલનને કારણે ઘરોને ઘણું નુકસાન થયું છે. ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ છે અને જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.
हिमाचल मे भारी वरसाद के कारण भुसखलन!! #HimachalPradesh #Himachal @BJP4Himachal @CMOFFICEHP @hpelection @abvphp #viral #ViralVideos #viralvideo #Trending #TrendingNow pic.twitter.com/7czuNezBRD
— One India News (@oneindianewscom) July 10, 2023
હિમાચલના મંડીમાં વાદળ ફાટ્યું હતું જેના કારણે બજારમાંથી પસાર થતો રસ્તો નદીમાં ફેરવાઈ ગયો હતો. પહાડી પરથી આવતા પાણી અને કાટમાળ સાથે માર્કેટમાંથી પસાર થતા મોટા વૃક્ષોને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. પૂરના કારણે દુકાનોમાં પાણી અને કાટમાળ ઘૂસી ગયો હતો અને ભારે નુકશાન થયું હતું.