શંકરા આઈ હોસ્પિટલના નિષ્ણાત ડોકટરો અને નર્સ ટીમ ધ્વારા કુલ ૨૦૦ વધુ ગ્રામયજનોને મોતિયાબિન્દ, છારી, ઝામર, વેલ અને આંખોના નંબર જેવી આંખોની બીમારીઓ અંગેની તપાસ કરવામાં આવી હતી. કુલ 58 જેટલા વૃદ્ધ વયના વ્યક્તિઓ મોતિયાને લગતી બીમારીનું નિદાન થયું હતું. દરેક દર્દીઓને નિશુલ્ક ઓપરેશન, દવા, ખાવાની સુવિધા અને આવા જવાની સુદવિધા સાથે શંકરા આઈ હોસ્પિટલ, મોગર ખાતે સારવાર અર્થે લઈ જવા માટે સમજણ પૂરી પાળવામાં આવી હતી. જેમાથી 36 દર્દીઓને બીજી અન્ય કોઈન બીમારીના જાણતા તેમણે મોતિયાના ઓપરેશન માટે શંકરા આઈ હોસ્પિટલ, મોગર ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા.તેમજ 80 થી વધુ ગ્રામજનો ને આંખના નજીક તેમજ દૂરના નંબર વાળા ચશ્મા નજીવા દરે આપવા માં આવેલ છે.
મનુભાઈ ડેન્ટલ કોલેજના નિષ્ણાત ડૉક્ટર ઘ્વારા 52 જેટલા ગ્રામજનોને દાંત ને લગતી બીમારી જેમકે દાંત માં સળો , દાંત ની સફાઈ તૂટેલા દાંત કાઢવાની વગેરે જેવી સારવાર કરવામાં આવી. સહજ આનંદ ચેરીટેબલ ટ્રસ્ટ વસુધૈવ કુટુંમ્બક્મ -વિશ્વ એક પરિવાર ની આદર્શ વિચાર ને અનુસરી સમાજના દરેક વ્યક્તિના જ્ઞાતિ, જાતિ, સંપ્રદાય અને ધર્મ ના ભેદભાવ વગર માનવ કલ્યાણના વિકાસ કર્યો માટે સમર્પિત છે. સહજ આનંદ ચેરીટેબલ ટ્રસ્ટ વિકાસ લક્ષી સ્વૈચ્છિક સંસ્થા આનંદ જિલ્લાના બોરસદ તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર માં શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ અને તેના આર્થિક રોજગારી ને લગતા માનવ વિકાસ ના કર્યોમા ૨૦૧૯ થી કાર્યરત છે. તેમજ ઝારોલા ગામે “સાંજ” – વડીલો નો વિસામો, કેન્દ્ર ઘ્વારા વડીલો ને સ્વાસ્થ્ય, મનોરંજન અને આધ્યાત્મિક પ્રવૃતિઓ ઘ્વારા સારસંભાળ રાખવામાં આવે છે.