ભક્તોએ કેદારનાથ ધામમાં ભોલે બાબાના મંદિરના શિખર પર સુવર્ણકળશ મૂકવા માટે શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિનો સંપર્ક કર્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના શિવભક્તોએ 5 થી 7 કિલો વજનના કળશને મંદિરના શિખર પર મૂકવાની ઈચ્છા વ્યક્ત કરી છે
. જો બધુ બરાબર રહેશે તો ઉત્તરાખંડના કેદારનાથ મંદિર પર ટૂંક સમયમાં જ ભવ્ય સોનાનો કળશ સ્થાપિત કરવામાં આવશે.
આ માટે કેટલાક દાતાઓ વતી બદરી-કેદાર મંદિર સમિતિ સાથે વાતચીત ચાલી રહી છે. આ વાતચીત સફળ થવાની સંપૂર્ણ આશા છે. એવું માનવામાં આવે છે કે આગામી દિવસોમાં મંદિરના શિખર પર સુવર્ણકળશ સ્થાપિત કરવામાં આવશે.
થોડા વર્ષો પહેલા કેદારનાથ મંદિરના શિખર પર એક સુવર્ણકળશ વિરાજમાન હતો પરંતુ આ કળશ ખૂબ જૂનો અને ક્ષતિગ્રસ્ત હતો. ત્યારબાદ કેટલાક દાતાઓએ બદરી-કેદાર મંદિર સમિતિને કેદારનાથ મંદિરના શિખર પર સુવર્ણકળશ સ્થાપિત વિનંતી કરી હતી.
મંદિર સમિતિએ તેના અધિકારીઓ સાથે આ દિશામાં વાતચીત પણ કરી છે. અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ બદરી-કેદાર મંદિર સમિતિ દ્વારા દાતાઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
ત્રણથી ચાર દાતાઓ સુવર્ણકળશ દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. આવી સ્થિતિમાં ટૂંક સમયમાં મંદિરના શિખર પર સુવર્ણકળશ સજાવાશે. બદરી-કેદાર મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજયે જણાવ્યું હતું કે. કેટલાક દાતાઓ મંદિર પર સુવર્ણકળશ મૂકવા માટે વિનંતી કરી રહ્યા છે.
મંદિર સમિતિ તેમનો સંપર્ક કરી રહી છે અને ટૂંક સમયમાં મંદિર સુવર્ણકળશ સ્થાપિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે, કેદારનાથ મંદિરના શિખર પર સુવર્ણકળશની સ્થાપના બાદ મંદિરની ભવ્યતામાં વધારો થશે.