જીએસટી અધિકારી યાજ્ઞિકે જણાવ્યુ કે પાલીતાણામાં એક આધાર કેન્દ્ર પર રેડ કરવામાં આવી જ્યાં બોગસ આધારકાર્ડ બનાવી આપવામાં આવતા હતા અને GST નંબર માટે અન્ય પુરાવાઓ ઉભા કરી જીએસટી ફાઈલ બનાવી વેચી દેવામાં આવતી હતી .ત્યારબાદ આધાર કેન્દ્ર ઉપર થી ૬૦૦૦થી વધુ જેટલા મળેલ નંબર ની ચકાસણી કરવામાં આવી હતી જેના તાર અન્ય રાજ્યો સાથે જોડાયેલા પણ હતા , જેની ફરિયાદ પાલિતાણા પોલીસ સ્ટેશન તેમજ ભાવનગર પોલીસ સ્ટેશમાં કરવામાં આવી હતી .
કેન્દ્રિય મંત્રી નિર્મલા સીતારમન ને સમગ્ર વિગત દ્વારા અવગત કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ સમગ્ર ભારતમાં અને ગુજરાત માં પેહલી વાર GSK સેન્ટર શરૂ કરવામાં આવ્યું જેની અંદર બાયો મેટ્રિક્સ દ્વારા પેઢીને GST નંબર આપવામાં આવે છે અને આ પાયલોટ પ્રોજેક્ટ છે .
ત્યાર બાદ ભાવનગર પોલીસ અધિક્ષક ડો હર્ષદ પટેલ એ જાણકારી આપીકે પાલિતાણા ટાઉન અને ભાવનગરમાં શહેર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ફરિયાદ ના આધારે ૨૦ આરોપી ને ગુજસિટોક કાયદા અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાંથી ૧૪ આરોપીની ધરપકડ કરી લેવામાં આવીછે અને ૭ માર્ચ સુધી તેમના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે જ્યારે એક આરોપી જેલ ની અંદર હોવા થી જેલ ટ્રાન્સફર માટે ની વિધિ ચાલી રહી છે જ્યારે અન્ય પાંચ આરોપી વેહલમાં વેહલી તકે ધરપકડ કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ.