ઈશ્વરિયા ગામની સીમમાં રાત્રીનાં સમયે દીપડાએ વાછરડીનું મારણ કર્યું છે. ફરજામાં બાંધેલી વાછરડીને દીપડો ખેંચીને બહાર લઈ ગયો હતો.
સણોસરા પંથકમાં કેટલાંક સમયથી વન્ય પશુઓની હલચલથી ડર ઊભો થયો છે. આ વિસ્તારમાં અવારનવાર પાલતું પશુઓનાં મારણ શિકાર થતાં રહ્યાં છે. આ દીપડાને જલદી પકડી લેવામાં આવે તેવી માંગ રહેલી છે.
ઈશ્વરિયા ગામની સીમમાં રવિવાર રાતથી સોમવાર સવાર દરમિયાન કોઈ સમયે દીપડાએ આશરે પાંચ વર્ષની વાછરડીનું મારણ કર્યું છે.
ખેડૂત મહિપતસિંહ સોલંકીએ જણાવ્યાં મુજબ પોતાની વાડીએ ફરજામાં બાંધેલી વાછરડી આ પ્રાણી ખેંચીને બહાર લઈ ગયેલ, અહી આડી ઝાળી હોવાં છતાં અંદર ઘૂસી થોડે દૂર લઈ જઈ મારણ કરેલ.
સણોસરા, ઈશ્વરિયા, રામધરી ઉપરાંત આસપાસનાં ગામોમાં દીપડા કે અન્ય હિંસક પશુઓથી માલધારી તથા ખેડૂતો વગેરેને ભારે ડર રહ્યો છે. આ ઘટનાથી વનવિભાગનાં સંબંધિત કર્મચારીઓ ઘટના સ્થળે મુલાકાત લઈ ગયાં છે, પરંતુ આ દીપડાને જલદી પકડી લેવામાં આવે તેવી માંગ રહેલી છે.