આ પહેલા 13 જૂને દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. EMSC અનુસાર, રિક્ટર સ્કેલ પર 5.7ની તીવ્રતા ધરાવતો ભૂકંપ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડથી 30 કિમી દક્ષિણપૂર્વમાં આવ્યો હતો.
આ પછી મંગળવાર અને બુધવારે મધ્યરાત્રિએ કટરા વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) તરફથી મળેલી માહિતી અનુસાર બુધવારે સવારે 2:20 વાગ્યે કટરાથી 81 કિમી પૂર્વમાં 10 કિમીની ઊંડાઈએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી.