આજે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ન્યૂઝક્લિક વેબસાઇટના પત્રકારોના ઘર પર દરોડા પાડી રહી છે. સ્પેશિયલ સેલે વહેલી સવારે દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં એક સાથે દરોડા પાડ્યા હતા.
#WATCH | NewsClick writer Urmilesh seen with the officials of Delhi Police Special Cell.
Delhi Police is conducting raids at different premises linked to NewsClick under UAPA and other sections. pic.twitter.com/lfmvq3F1FW
— ANI (@ANI) October 3, 2023
ચીની કંપની દ્વારા ફંડિંગનો આરોપ
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક સાથે 30 જગ્યાઓ પર છાપેમારી કરી હતી. આ રેડ દરમિયાન દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને ઘટના સ્થળેથી ઘણાબધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે લેપટોપ, મોબાઈલ જેવા સાધનોને જપ્ત કરાયા છે. પત્રકાર અભીષેક શર્માએ આ ઘટના અંગે જાણકારી આપી કહ્યું કે, દિલ્હી પોલીસ મારા ઘરે પહોંચી. મારું લેપટોપ અને ફોન જપ્ત કર્યા છે. આ સિવાય હાર્ડ ડિસ્કનો ડેટા પણ લઇ લેવામાં આવ્યો છે. સ્પેશિયલ સેલે આ મામલે UAPA હેઠળ કેસ નોંધ્યો છે. તેમના પર આરોપ છે કે, આ વેબસાઈટમાં ચીનની કંપનીઓએ ફંડિંગ કર્યું છે. આ પહેલા દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે પણ કેસ નોંધ્યો હતો. આ સાથે EDએ પણ કાર્યવાહી કરી હતી. ત્યારે હાઈકોર્ટે ન્યૂઝક્લિકના પ્રમોટરોને ધરપકડમાંથી રાહત આપી હતી, પરંતુ હવે આ કેસના આરોપીઓની ધરપકડ થઈ શકે છે.