Skip to content
ગુરુવાર, નવેમ્બર 26, 2026

પાટણ ખાતે જિલ્લા કલેકટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

પાટણ ખાતે જિલ્લા કલેકટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરીયાદ નિવારણ સમીતિની બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ મુદ્દાઓને લઇને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ધારાસભ્યઓની રજૂઆતના પગલે જિલ્લા કલેકટર અરવિંદ વિજયને જિલ્લા વહીવટી તંત્ર તરફથી સમયસર વિગતો ધારાસભ્યઓને મળી રહે તે માટે સૂચનાઓ આપી હતી. ઉપરાંત વિવિધ વિભાગોને લોકો તરફથી મળેલ અરજીઓનો નિકાલ, નિવૃત થયેલ સરકારી કર્મચારીઓના પડતર પેન્શન કેસની વિગતો વગેરે જેવા વિવિધ વિભાગોને સંલગ્ન પ્રશ્નોની જિલ્લા કલેકટર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.

આજની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, પાટણ ધારાસભ્ય કિરીટભાઇ પટેલ, ચાણસ્મા ધારાસભ્ય દીનેશજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી સી. એલ.પટેલ, જિલ્લા પોલીસ વડા વી.કે.નાયી, નિવાસી અધિક કલેક્ટર વી.એલ.બોડાણા, મદદનીશ કલેકટર કુ. હરિણી કે.આર, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદાર સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

 

Filed under Patan Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.