આજથી ભાજપના (BJP) મિશન 2024નો પ્રારંભ થયો છે. અમદાવાદના (Ahmedabad) ટાગોર હોલમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ કારોબારીની બેઠક મળી છે. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતુ.
બેઠકમાંમાં ભાજપે ‘9 સાલ, બેમિસાલ’ના સૂત્ર સાથે લોકો સુધી પહોંચાનો સંકલ્પ લીધો છે. સાથે જ આ સ્લોગન લોકો સુધી કેવી રીતે પહોંચાડવું તે અંગે ચર્ચા કરવામાં આવી.
30મે પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 9 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.જે અંતર્ગત ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર પણ જનસભા કરવામાં આવશે. આ ઉપરાંત વિશિષ્ઠ નાગરિક સંપર્ક પ્રબુદ્ધ સંમેલન થશે.
જેમાં વિકાસ કાર્યો સાથે ફરી લોકો સુધી પહોંચી લોકો સાથે વાર્તાલાપ પણ કરવામાં આવશે. ઉપરાંત વિધાનસભા લેવલ પર અલગ અલગ સંમેલનનું આયોજન કરાશે.