કેરળ વિધાનસભામાં આજે સર્વાનુમતે એક પ્રસ્તાવ પસાર કર્યો હતો જેમાં કેન્દ્રને રાજ્યનું નામ સત્તાવાર રીતે બદલીને ‘કેરલમ’ કરવા વિનંતી કરવામાં આવી હતી. આ પ્રસ્તાવમાં રાજ્યનું નામ તમામ ભાષાઓમાં બદલવાની કેન્દ્રને વિંનતી કરી છે.
Kerala CM Pinarayi said in the Assembly today, "A resolution under Rule 118 is being moved in this House requesting the Central Government to change the official name of our state to 'Keralam' in all languages included in the Eighth Schedule of the Constitution of India."
(Pic -… pic.twitter.com/UeqyY4NLKz
— ANI (@ANI) August 9, 2023
UDF દ્વારા પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો
આ પ્રસ્તાવ મુખ્યમંત્રી પિનરાઈ વિજયન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં તેમણે કેન્દ્ર સરકારને ભારતના બંધારણની 8મી અનુસૂચિમાં સમાવિષ્ટ તમામ ભાષાઓમાં રાજ્યનું નામ બદલીને ‘કેરલમ’ કરવા વિનંતી કરી હતી. સ્પીકર એએન શમસીરે તેને હાથ બતાવીને આપેલા સમર્થનના આધારે વિધાનસભા દ્વારા સર્વસંમતિથી પસાર કરાયેલ પ્રસ્તાવ જાહેર કર્યો હતો. કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષ UDF દ્વારા કોઈપણ સુધારા કે ફેરફારો સૂચવ્યા વિના પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો હતો.
મલયાલમ કેરલમ કહેવાય છે
મુખ્યમંત્રીએ પ્રસ્તાવને આગળ વધારતા કહ્યું કે રાજ્યને મલયાલમમાં ‘કેરલમ’ કહેવામાં આવે છે, પરંતુ અન્ય ભાષાઓમાં તે હજુ પણ કેરળ છે. તેમણે વધુમાં કહ્યું કે રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામના સમયથી મલયાલમ ભાષી સમુદાયો માટે સંયુક્ત કેરળની જરૂરિયાત મજબૂત રીતે ઉભરી આવી છે. વિજયને કહ્યું કે બંધારણની પ્રથમ સૂચિમાં આપણા રાજ્યનું નામ કેરળ છે. તેમણે કહ્યું કે આ વિધાનસભા સર્વસંમતિથી કેન્દ્ર સરકારને બંધારણના અનુચ્છેદ 3 હેઠળ તેને ‘કેરલમ’માં સુધારો કરવા અને બંધારણની 8મી અનુસૂચિમાં ઉલ્લેખિત તમામ ભાષાઓમાં તેનું નામ બદલીને ‘કેરલમ’ કરવા માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરે છે.