Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 27°C

શારદા સેવા સંસ્થાન તથા સાલ હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ઉમરેઠમાં યોજાયપ મલ્ટીસ્પેશયાલિટી મેડિકલ કેમ્પ

શારદા સેવા સંસ્થાન તથા સાલ હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ઉમરેઠમાં યોજાયપ મલ્ટીસ્પેશયાલિટી મેડિકલ કેમ્પ

અશોક ભટ્ટ નર્સિંગ ઇન્સ્ટીટ્યુશન ઉમરેઠ આયોજિત અને જ્યુબિલી ઇન્સ્ટીટ્યુશન શાળા સહકારથી ઉમરેઠમાં સર્વ રોગ નિદાન મહાકેમ્પનું સુંદર આયોજન થવા પામ્યું. ઉમરેઠના પનોતા પુત્ર ભૂષણભાઈ ભટ્ટ દ્વારા સોલા હોસ્પિટલના આ કેમ્પનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું ઉદઘાટન ઉમરેઠ સંતરામ મંદિરના મહંત પૂજ્ય શ્રી ગણેશદાસજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી રમણભાઈ સોલંકી, પૂર્વ રાજ્ય સભાના સાંસદ શ્રી લાલસિંહજી વડોદિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી ભૂષણભાઈ ભટ્ટ, ઉમરેઠ તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ પટેલ, ઉમરેઠ શહેર પ્રમુખ હર્ષ શહેરાવાળા, ધી જયુબિલી ઇન્સ્ટીટ્યુશન ટ્રસ્ટના માનદ મંત્રી રશ્મિભાઈ શાહ, ચેરમેન શ્રી દિપકભાઈ દવે, સાલ હોસ્પિટલના સી.ઓ. શ્રી, શાળાના આચાર્યશ્રી જયંતીભાઈ પરમાર તથા ગામના વરિષ્ઠ આગેવાનો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. આ મેડિકલ કેમ્પનો સૌ નગરજનો એ મોટી સંખ્યામાં લાભ લીધો.

 

 


 

રિપોર્ટર-ધનંજય શુક્લ( ઉમરેઠ)

 

 

 

 

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.