ગુગલ એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં એક કમાલનું ફિચર આવનારા સમયમાં જોવા મળશે.જેના દ્વારા એન્ડ્રોઈડ યુજર્સ સરળતાથી એક ફોનથી બીજા ફોનમાં પોતાનું E-Sim કાર્ડ ટ્રાન્સફર કરી શકશે. તમે QR કોડ સ્ક્રેન કરી તમારા સીમ નવા ફોનમાં ટ્રાન્સફર કરી શકો છો. હાલમાં ભારતમાં E-Sim સપોર્ટ એન્ડ્રોઈડ ફોન વેચવામાં નથી આવતા. પરંતુ ભવિષ્યમાં લોકોની ડિમાન્ડ જોતા કંપની એન્ડ્રોઈડમાં આ ફિચર લાવવાના છે. સ્માર્ટફોન માર્કેટમાં હાલ એપ્પલ E-Sim કાર્ડની સર્વિસ ઓફર કરે છે.
iPhone માં E-Sim કાર્ડની સર્વિસ છે
એપલ પોતાના લેટેસ્ટ ડિવાઈસેસમાં E-Sim કાર્ડનો સપોર્ટ કરે છે. કંપનીએ iOSમાં એક ફિચર આપ્યું છે. જેની મદદથી યુજર્સ આસાનીથી iPhone ની વચ્ચે સીમ કાર્ડને ટ્રાન્સફર કરી શકાય છે. આ રીતે જ્યારે એન્ડ્રોઈડ પણ કામ કરી રહ્યો છે. જો કે એન્ડ્રોઈડમાં ફીટર કાઈક અલગ રીતે જોવા મળશે. કંપની આ ફીચરને પ્લેસ્ટોરની અંદર કેટલાક સેટઅપ કરી રહી છે. યુજર્સને એક QR કોડ સ્ક્રેન કરવાનું રહેશે જે બાદ તે સરળતાથી સિમકાર્ડ ટ્રાન્સફર કરી શકશે.
Gmail માં ગુગલ આપી રહ્યુ છે ફિચર
વેબ વર્જનની જેમ ગુગલ Gmailના એન્ડ્રોઈડ અને iOS એપમાં ટ્રાન્સલેટ ફીચર આપવાનું છે. આ ફીચરની જેમ યુજર્સને પોતાની મનપસંદ ભાષામાં સમજી શકશે. આ મેલ યુજર દ્વારા સેટ કરવામાં આવેલ પ્રાઈવસી સિવાય બીજી ભાષામાં પણ આવે છે. જેમા 100 થી વધુ મનપસંદ ભાષાઓમાં વાચી શકે છે.