વિપક્ષી દળોની બીજી સંયુક્ત બેઠકનો આજે બીજો દિવસ છે. બેઠકમાં કુલ 26 પક્ષ સામેલ થઇ રહ્યા છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, નીતિશ કુમાર, લાલુ યાદવ, તેજસ્વી યાદવ, એમકે સ્ટાલિન, મહેબૂબા મુફ્તી અને અખિલેશ યાદવ સહિતના કેટલાક નેતા બેંગલુરૂ પહોચી ગયા છે. આ વચ્ચે નીતિશ કુમાર વિરૂદ્ધ બેંગલુરૂમાં ઠેર ઠેર પોસ્ટર લગાવવામાં આવ્યા છે.
#WATCH | Karnataka | Ahead of the second day of Opposition leaders' meeting in Bengaluru, posters and banners targetting Bihar CM Nitish Kumar were put up at Bengaluru's Chalukya Circle, Windsor Manor Bridge and on the Airport road near Hebbal. pic.twitter.com/y6wCro7SXF
— ANI (@ANI) July 18, 2023
નીતિશ કુમાર વિરુધ બેંગલુરુમાં પોસ્ટર લાગ્યા
કર્ણાટકના પાટનગર બેંગલુરૂના ચાલુક્ય સર્કલ પર પોલીસ કર્મીઓએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વિરૂદ્ધ લાગેલા બેનરને હટાવ્યા છે. સંયુક્ત વિપક્ષની બેઠકના બીજા દિવસ પહેલા કેટલીક જગ્યાએ નીતિશ કુમાર પર નિશાન સાધનારા પોસ્ટર અને બેનર લગાવવામાં આવ્યા હતા. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ટાર્ગેટ કરવા માટે બેંગલુરૂમાં કેટલીક જગ્યાએ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર્સમાં નીતિશ કુમારને ‘અનસ્ટેબલ પ્રાઇમ મીનિસ્ટર ઉમેદવાર’ બતાવવામાં આવ્યા છે. આટલું જ નહી આ પોસ્ટર્સમાં બિહારમાં તાજેતરમાં પડેલા બ્રિજની તસવીર પણ લગાવવામાં આવી છે.
#WATCH | Karnataka | Ahead of the second day of Opposition leaders' meeting in Bengaluru, posters and banners targetting Bihar CM Nitish Kumar were put up at Bengaluru's Chalukya Circle, Windsor Manor Bridge and on the Airport road near Hebbal. pic.twitter.com/y6wCro7SXF
— ANI (@ANI) July 18, 2023
NDAની પણ મોટી બેઠક
આ બેઠકમાં સોનિયા ગાંધી અને નીતિશ કુમાર બંનેની હાજરી મહત્વની છે. વાસ્તવમાં વાત એ છે કે, તમામ પક્ષોને રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ નથી. આવી સ્થિતિમાં સોનિયા ગાંધીને પ્રમોટ કરવાનો એક મુદ્દો બની શકે છે. બીજી તરફ નીતીશ કુમાર તેમની સાથે કામ કરશે તો પ્રાદેશિક પક્ષો સાથે તાલમેલ સાધવામાં સરળતા રહેશે. આજે દિલ્હીમાં માત્ર વિપક્ષી પાર્ટીઓની બેઠક જ નહીં પરંતુ NDAની એક મોટી બેઠક પણ યોજાવા જઈ રહી છે જેમાં 38 પાર્ટીઓ ભાગ લઈ શકે છે.