Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 25°C

લોકનિકેતન સંસ્થા બેલામાં આગામી સોમવારે યોજાશે ચતુર્વિધ કાર્યક્રમ

લોકનિકેતન સંસ્થા બેલામાં આગામી સોમવારે યોજાશે ચતુર્વિધ કાર્યક્રમ

લોકનિકેતન સંસ્થા બેલામાં આગામી સોમવારે ચતુર્વિધ કાર્યક્રમ યોજાશે. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને વિવિધ સન્માન, ઉદ્ઘાટન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાવનગર જિલ્લાની જાણીતી લોકનિકેતન સંસ્થા બેલામાં આગામી સોમવારે વિવિધ સન્માન, ઉદ્ઘાટન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચતુર્વિધ કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા રહેશે. ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ અને જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે.

ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ નવનિયુક્ત અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલનું વિશેષ સન્માન, સંસ્થાનાં પોષક વિસ્તારનાં નવનિયુક્ત સરપંચો નું સન્માન, જીવામૃત ધનજીવામૃત એકમનું ઉદ્ઘાટન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સંસ્થા પરિવારનાં મનહરભાઈ ઠાકર, અરવિંદભાઈ ડાખરા અને જીજીભાઈ ચૌહાણ સાથે કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા આયોજન સંકલન રહ્યું છે.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.