જેમ જેમ સમયનું ચક્ર ફરી રહ્યું છે તેમ તેમ દુનિયાના દરેક દેશ ટેકનોલોજી ક્ષેત્રમાં નવા કિર્તીમાન સ્થાપિત કરી રહ્યા છે. 21મી સદીનું નવુ ભારત પણ ટેકેનોલોજી (Technology) ક્ષેત્રમાં હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે. હાલમાં જ આઈટી અને ટેલીકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવએ સરકારના ટેલીકોમ રિફોર્મ્સ પરના કામની જાણકારી આપી હતી.
જણાવી દઈએ કે નવા Telecom Reforms માટે સરકારની ટેલીકોમ કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે. મહત્વની વાત તો એ છે કે ટેલીકોમ મંત્રી Ashwini Vaishnawએ આ વાતની પણ પુષ્ટિ કરી દીધી છે કે સરકાર આવનારા થોડા અઠવાડિયામાં જ નવા ટેલીકોમ રિફોર્મ્સને રોલઆઉટ કરશે.
India is emerging as a telecom equipment manufacturing destination. pic.twitter.com/1VgRukLaS6
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) July 3, 2023
આઈટી અને ટેલીકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવએ માત્ર નવા ટેલીકોમ રિફોર્મ્સ વિશે જાણકારી જ નથી આપી પણ અન્ય મહત્વની માહિતી પણ આપી છે. તેમણે જણાવ્યું કે સરકાર સંપૂર્ણ ઓપ્ટિકલ ટેલીકોમ્યુનિકેશન સિસ્ટમનો પણ વિકાસ કરવામાં લાગી છે. સરકાર ટેલી મેડિસિન, ટેલી સર્જરીના ક્ષેત્રમાં પણ એડવાન્સ ટેકનોલોજી પર કામ કરી રહી છે. અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું કે, દુનિયા ખુબ ઝડપથી આગળ વધી રહી છે, ભારત પણ તેના કદમથી કદમ મેળવીને આગળ વધી રહ્યું છે.
Launched ‘Bharat 6G Alliance’ for better collaboration between government, industry and academia in developing indigenous 6G products & solutions. pic.twitter.com/X4rvGNAaPg
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) July 3, 2023
હાલમાં જ ટેલીકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવએ નવા એલાયન્સની શરુઆત કરી છે. જણાવી દઈએ કે આ એલાયન્સ નવી ટેલીકોમ ટેક્નોલોજી અને 6જી ડેવલપમેન્ટની દિશામાં કામ કરશે. સરકાર હવે 6જી નેટવર્ક માટે અન્ય દેશો પણ નિર્ભર નથી રેહવા માંગતી. સરકાર દુનિયાથી એક કદમ આગળ રહેવા માગે છે.
2 major projects approved for developing telecom technology;
✅ IIT Madras: Advanced Optical Communication test bed
✅SAMEER-MeitY: Advanced 6G THz test bed pic.twitter.com/qKOrFoQxYT
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) July 3, 2023
સરકારે Bharat 6G Allianceમાં પ્રાઈવેટ સેક્ટર, પબ્લિક સેક્ટર અને અન્ય વિભાગોને સામેલ કર્યા છે. કેન્દ્ર સરકારે તેમાં નેશનલ રિસર્સ ઈસ્ટીટયૂટ એન્ડ સાયન્સ ઓર્ગનાઈઝેશનને પણ સામેલ કર્યા છે. આ તમામ વિભારો ભારતમાં 6જી સર્વિસના ડેવલપમેન્ટ માટે કામ કરશે.
Good progress in semiconductor project. pic.twitter.com/7CWzwMryYZ
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) July 3, 2023