મુખ્ય સમાચારમાં વાત કરીએ તો યાત્રાધામ ડાકોર ખાતે બોડાણા સ્ટેચ્યુ પાસે ટ્રાફિકના વિષયને લઈને સ્થાનિક દુકાનદારો અને ઓટોરીક્ષા વાળા વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઇ. બોડાણા સ્ટેચ્યુ પાસે શ્રીજી ફ્રેમિંગ દુકાન પાસે જ્યોત્સનાબેન ડબગર અને ઓટોરીક્સા ચાલક સુનિલભાઈ પટેલ વચ્ચે દુકાનની નજીક ઓટો મુકવાના વિષયને લઈને ઝગડો થયો અને જોતજોતામાં આ ઝગડો છુટ્ટા હાથની મારામારીમાં ફેરવાઈ ગયો. સ્થાનિક લોકોએ વચ્ચે આવી ઝગડો છૂટો પડાવ્યો. આ અંગે રીક્સા ચાલક અને જ્યોત્સનાબેન દ્વારા ડાકોર પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ કરેલ છે. ઉલ્લેખનીય છે કે યાત્રાધામ ડાકોર આસ્થાનું એક મોટુ કેન્દ્ર છે અને દૈનિક દુરદૂરથી ભક્તો દર્શન કરવા આવતા હોય છે. સમયાંતરે ડાકોરમાં અસ્તવ્યસ્ત ટ્રાફિક અને પાર્કિંગની તકલીફો ઉઠતી જ રહે છે તેવામાં આ કિસ્સો એ ગંભીર નોંધ અપાવતો કિસ્સો ગણાય. હવે જોવાનું એ રહ્યું કે સ્થાનિક તંત્ર દ્વારા વારંવાર ઉઠતા ટ્રાફિકનાં પ્રશ્નનું સમાધાન કેટલું વહેલું લાવે છે.
રિપોર્ટર -ધનંજય શુક્લ( ઉમરેઠ)