૨૦૦૦ રૂપિયાની નોટો બદલવાના બીજા દિવસે બેંકોની કેટલીક શાખાઓમાં ૨૦૦૦ સિવાયની અન્ય નોટો ખલાસ થઇ જતાં થોડાક સમય માટે ૨૦૦૦ રૂપિયાની નોટ બદલવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર બેંકોની ધારણા કરતા વધુ લોકો નોટ બદલાવવા માટે બેેકોની કેટલીક શાખાઓમાં ૫૦૦ અને તેનાથી ઓછા મૂલ્યની નોટો ખલાસ થઇ ગઇ હતી.
જો કે વિવિધ બેૅકોના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે ચલણી નોટોની અછત સર્જાવાની મોટી ફરિયાદો સામે આવી નથી. કેનેરા બેંકના ચીફ જનરલ મેનેજર (સીજીએમ) ભવેન્દ્રકુમારે જણાવ્યું હતું કે અમે સમગ્ર દિલ્હી સર્કલમાં ૨૦૦૦ રૂપિયાની નોટોને સરળતાથી બદલાવી શકાય તે માટે તમામ શાખાઓમાં ૫૦૦, ૨૦૦ અને ૧૦૦ રૂપિયાની નોટોનો પુરવઠો આપવાનો સતત ચાલુ રાખવામાં આવ્યો છે.
આ દરમિયાન આરબીઆઇના ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું છે કે આરબીઆઇ ૨૦૦૦ રૂપિયાની નોટ બદલવાની સમગ્ર પ્રક્રિયા પર ઝીણવટીભરી નજર રાખી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સમગ્ર પ્રક્રિયા કોઇ પણ જાતના અવરોધ વગર પૂર્ણ થઇ જશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગઇકાલે કોઇ પણ બેંકમાં ૨૦૦૦ની નોટ બદલાવવા માટે ભીડ જોવા મળી ન હતી. અમે નિયમિતપણે સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે.