ઈશ્વરિયાનાં ઈશ્વરપુર વિસ્તાર પ્રાથમિક શાળામાં નિવૃત્ત આચાર્યનાં વિદાય સાથે વિવિધ સન્માન પંચામૃત કાર્યક્રમમાં મહેમાનોએ કરેલાં ઉદ્બોધનમાં શિક્ષક ક્યારેય નિવૃત્ત ન થાય સતત સમાજ માટે પ્રેરણારૂપ હોય છે તેમ જણાવ્યું.
ઈશ્વરિયાનાં ઈશ્વરપુર વિસ્તાર પ્રાથમિક શાળામાં આચાર્ય રહેલાં દીલીપભાઈ રાઠોડ નિવૃત્ત થતાં અમરદાસજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં અગ્રણી મહાનુભાવોની શુભકામના સાથે કાર્યક્રમ યોજાઈ ગયો.
ઈશ્વરિયા ગામ તેમજ આસપાસનાં ગામોમાંથી શિક્ષકો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયાં અને સન્માન અભિવાદનનાં સહભાગી બન્યાં. અહીંયા મહેમાનોએ કરેલાં ઉદ્બોધનમાં શિક્ષક ક્યારેય નિવૃત્ત ન થાય તે સતત સમાજ માટે પ્રેરણારૂપ હોય છે તેમ જણાવ્યું. આ શાળામાં થયેલા શિક્ષણ તથા કેળવણીનાં કાર્યને વીરશંગભાઈ સોલંકી, રમેશભાઈ કાકડિયા, નયનભાઈ ઝારાવાળા, મૂકેશકુમાર પંડિત, પોપટભાઈ મોરડિયા તથા રાજુભાઈ જાનીએ બિરદાવી શુભકામના પાઠવેલ.
આ પ્રસંગે આચાર્ય દિલીપભાઈ રાઠોડ સાથે અહી સેવા આપેલ શિક્ષકો અકબરભાઈ ચૌહાણ, શ્રી ગીતાબેન ડાંગર, સ્મિતાબેન જાની, મનીષભાઈ પરમાર, તુલસીદાસ ડાભીનું સ્મૃતિચિન્હ આપી કાળુભાઈ ભિકડિયા દ્વારા અભિવાદન કરવામાં આવ્યું.
આ શાળાની સ્થાપનામાં પ્રથમ મકાન સુવિધાનાં દાતા મેરાભાઈ ગોહિલ સાથે કાયમ સહયોગી બનતાં કાળુભાઈ ભિકડિયા, નયનભાઈ ઝારાવાળા, મૂકેશકુમાર પંડિત, લાભુભાઈ સોલંકી તથા ભૂપતભાઈ રાઠોડને તેમજ શિક્ષણ સહાયક રહેનારાઓને સન્માનિત કરવામાં આવ્યાં.
આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે મતદાન માટે શિક્ષક દેવરાજભાઈ ઉકાણીનાં ઉદ્બોધન સાથે સૌ સંકલ્પબદ્ધ થયાં. અહીંયા સંકલિત બાળ વિકાસ યોજનાનાં ફરજ પરનાં અધિકારી હેમાબેન દવે જોડાયાં હતાં.
આ શાળાનાં ધોરણ ૫ વિદ્યાર્થીઓને શુભકામના સાથે શૈક્ષણિક સામગ્રી ઉપરાંત આંબાના રોપ ભેટ અપાયાં. આ બાળકો દ્વારા શાળાને ગાંધીજી તસવીર ભેટ અપાઈ. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયાં.
સન્માનિત આચાર્ય દિલીપભાઈ રાઠોડ દ્વારા લાગણીશીલ રીતે આભારની લાગણી સાથે અહીંનો સંબંધ કાયમી રાખવા જણાવ્યું. સન્માનિત અકબરભાઈ ચૌહાણે પણ પ્રતિભાવમાં સૌના સહયોગનો ઉલ્લેખ કર્યો.
કાર્યક્રમનાં સંકલનમાં હરેશભાઈ મકવાણા, પ્રવીણભાઈ મકવાણા તથા મનસુખભાઈ રાઠોડ અને ઈશ્વરપુર વિસ્તારનાં ગ્રામજનો રહ્યા હતાં. મહેમાનોનાં હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને સૌએ સાથે સમૂહ પ્રસાદ લીધો.