અરવલ્લી જિલ્લા ના ભિલોડા તાલુકા માં બજાર માં આવેલ દ્રષ્ટિ આંખ ની હોસ્પિટલ માં આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી ભયાનક લાગી હતી કે તેને બુજાવવી અશક્ય હતી. કારણ કે ભિલોડા માં તંત્ર દ્વારા ફાયર બ્રિગેડ ની કોઈ સગવડ નથી.
હોસ્પિટલ માં લાગેલી આગ શોર્ટશર્કિટ થી લાગી હોય તેવું આજુ બાજુ ના વેપારીઓ જણાવી રહ્યા છે. આગ લાગવાની જાણ આજુબાજુ ના લોકો ને થતાં લોકોએ આગ બુજાવવા માટે હાથે થી પાણી નો છંટકાવ કર્યો પરંતુ આગ એટલી બધી પ્રસરી ગઈ હતી કે તેને બુજાવવી અશક્ય બની ગઈ હતી. લોકો એ આગ બુજાવવાના પ્રયત્નો કર્યા પરંતુ હોસ્પિટલ માં રહેલી સામગ્રી બળી ને રાખ થઇ ગઈ.
ભિલોડા તેમજ આસપાસ ના વિસ્તાર માં આગ લાગવાની ઘટના અવાર નવાર બનતી હોય છે, છતાં તંત્ર દ્વારા આગ શામક ફાયર ની કોઈ સગવડ અહીં કરી શક્યું નથી. આ ઘટના ને ધ્યાને લઇ તંત્ર ભિલોડા માં ફાયર સિક્યુરિટી ની વ્યવસ્થા કરે તો લોકો ને આગ લાગવાના બનાવ માં તાત્કાલિક સગવડ મળી રહે, જેથી કરી ને લોકો ના જાન માલ ને નુકસાન ઓછું થાય. આ મામલે તંત્ર સફાળું જાગશે તેવી લોકો ને આશા સેવાઈ રહી છે.