Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

વિશ્વવિખ્યાત વડતાલધામને આંગણે મકરસંક્રાંતિએ ત્રિવેણી પ્રસંગ યોજાયો

વિશ્વવિખ્યાત વડતાલધામને આંગણે મકરસંક્રાંતિએ ત્રિવેણી પ્રસંગ યોજાયો

ખેડા જીલ્લાના નડિયાદ તાલુકાના વિશ્વ પ્રસિદ્ધ વડતાલધામમાં આચાર્ય મહારાજ , ચેરમેન સ્વામી શ્રીદેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડો સંત સ્વામી, પુ નૌતમ સ્વામી, પુ શુકદેવ સ્વામી વગેરે સંતો મહંતોની ઉપસ્થિતિમાં પ્રસંગ ત્રિવેણી સર્જાણી. ગાય, ગેટ અને પ્રથમ પાટની પૂજાવિધિ થઈ.

તારીખ ૧૫-૦૧-૩૦૨૪ ના સવારે ૯-૦૦ કલાકે વિધિવત્‌ ગૌમાતાનું પૂજન વડિલ સંતો અને યજમાનોના વરદ હસ્તે સંપન્ન થયું. સહુએ ગૌપૂજન કરીને રામજન્મભૂમિ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની મંગલકામના કરી. તલના લાડુ – કેળા અને ઘાસ અર્પણ કરીને સહુની તૃપ્તિ માટે ગાય માતાને પ્રાર્થના કરી. ત્રણ સો જેટલી ગિર ગાયોની સેવા વડતાલની ગૌશાળામાં થાય છે.

ત્યારબાદ ગોમતીજી ના કિનારે ચાલી રહેલા અક્ષરભૂવનના બાંધકામમાં પીલર અને કમાનનું આગળ વધતા પ્રથમ પાટની સ્થાપના વિધિ થઈ, જેમાં વડતાલ સંસ્કૃત પાઠશાળાના સંતો અને વિપ્રોએ વેદનાદ કર્યો હતો. આ પ્રસંગે સોમપુરા વિપુલભાઈ, સ્નેહલભાઈ – સ્ટ્રકચર એક્સપર્ટ, આર્કીટેક ચિરાગ ભગત , સતિષભાઈ વડતાલ વગેરેને પૂજ્ય આચાર્ય મહારાજે હાર પહેરાવીને સમગ્ર ટીમને શુભકામના પાઠવી હતી. અને ૧૦-૩૦ કલાકે ને. હા. નં ૮ થી વડતાલ આવતા રસ્તા પર વિશાળ ૧૬ હજાર ઘુનફુટના પત્થરના ગેટનું ભૂમિપૂજન, આચાર્ય મહારાજ અને સંતોની સાથે સાથે સંચાર રાજ્યમંત્રી દેવુસિંહજી ચૌહાણ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યુ. નરસંડા સરપંચ તથા ડેપ્યુટી સરપંચ, વડતાલ સરપંચ , પીપળાવ સરપંચ, જીલ્લા પંચાયત સભ્યઓ – તાલુકા પંચાયત સભ્યઓ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.