પ્રથમ લોકસભાની ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન
૧૯૫૧-૫૨માં દેશમાં લોકસભાની પહેલી ચૂંટણી યોજાઈ ત્યારે સૌથી ઓછું ૪૪,૮૭ટકા મતદાન થયેલું. એ વખતે લોકોમાં મતદાનની જાગૃતિ ન હતી. મતદાન કેમ કરવું એ પણ ખબર ન હતી. એટલે મોટો વર્ગ મતદાનથી દૂર રહેલો. પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં કોંગ્રેસને ૩૯૪ બેઠકો મળી હતી. ૧૯૫૭માં બીજી ચૂંટણીમાં મતદાનની ટકાવારી નજીવી વધીને ૪૫.૪૪ થઈ. કોંગ્રેસને ૩૭૧ બેઠકો મળી. ૧૯૬૨માં ત્રીજી ચૂંટણીમાં પહેલી વખત મતદાન ૫૫.૪૨ ટકાએ પહોંચ્યું હતું. ૧૯૯૭ સુધીમાં દેશમાં ઘણાં પરિવર્તનો આવી ગયા હતા. વડાપ્રયાન પંડિત જવાહરલાલ નેહેનું અવસાન થયું હતું અને તેમના અનુગામી વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું પણ ૧૯૯૯માં અવસાન થયું. એ પછી ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યાં. કોંગ્રેસમાં જ અંદરખાને ખૂબ અસંતોષ હતો. ૧૯૯૭ની ચૂંટણી પહેલાં ઈન્દિરા ગાંધીએ બેંકોનું એકીકરણ અને સલિયાણા બંધ કર્યા તેનો વ્યાપક પ્રભાવ પડે એવી શક્યતા હતી. સ્વાતંત્ર્ય સેનાની રાજાજીના સ્વતંત્ર પક્ષે મોરચો માંડયો હતો. એ બધા વચ્ચે થયેલી ચૂંટણી ઐતિહાસિક બની ને ૯૧.૦૪ ટકા મતદાન થયું. પહેલી વખત મતદાનની ટકાવારી ૯૦ની ઉપર પહોંચી હતી. એ વખતે દેશવાસીઓએ ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં ભરોસો બતાવ્યો હતો, પરંતુ ૧૯૭૧માં મતદાનની ટકાવારી ઘટીને ૫૫.૨૭ થઈ.
ક્યારેક ઓછા મતદાનથી સત્તાપક્ષને નુકસાન
ઊંચુ મતદાન થાય તો સત્તા પરિવર્તન થતું હોય એવી પેટર્ન છે. મતદારો પરિવર્તન ન ઈચ્છતા હોય તો નિરસ બની જાય તો છે ને જેમ ચાલતું હોય એમ ચાલવા દેવા માટે મતદાન કરતા નથી. પરિણામે ઘણી વખત ઓછું મતદાન થાય તેનું સત્તાપક્ષને ડા નુકસાન પણ થાય છે. ૨૦૦૪માં અટલજી બિહારી વાજપેપીની સરકાર ફરીથી આવશે એવી વ્યાપક પારણા હતી. ની એટલજીની વિવિધ યોજનાઓના કારણે તેમની વાપસી નિશ્ચિત મનાતી હતી. શાઈનિંગ ઈન્ડિયાનો નારો ખૂબ ગાજ્યો હતો લો અને સ્થિર સરકાર ચલાવ્યાનો દાવો કર્યો હોવાથી શહેરી મતદારોમાં તેની ઘણી અસર થયેલી. ભાજપની તરફેણમાં માહોલ 1. બન્યો હતો, પરંતુ માહોલની અસર મતદાનમાં ન દેખાઈ. ૫૭.૯૮ ટકા મતદાન થયું, જે ૧૯૯૯ની ચૂંટણીથી બે ટકા ઓછું હતું. અટલજીના નેતૃત્વમાં એનડીએને ૧૩૮ બેઠકો મળી ને સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસને ૧૪૫ બેઠકો મળી. સાત બેઠકોનો ફરક રહ્યો. મતદાનની ટકાવારીમાં માત્ર બે ટકાનો ફરક પડ્યો તેનાથી પરિવર્તન એ આવ્યું કે કોંગ્રેસ સિંગલ લાર્જેસ્ટ ટે પાર્ટી બનીને ઉભરી. યુપીએની સરકાર બની. ૨૦૦૯ની ચૂંટણીમાં ૫૮.૧૯ ટકા મતદાન થયું. ઓછા મતદાનથી કોંગ્રેસને ફાયદો થયો ને ૨૦૯ બેઠકો મળી. કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએની બીજી વખત સરકાર બની.
મતદારોનો અકળ મિજાજ
મતદારોનો મિજાજ કળવો મુશ્કેલ છે. ક્યારેય દેખાય છે એવું જ પરિણામ આવે છે તો ક્યારેક સપાટી પર દેખાતું ચિત્ર મતપેટી ખૂલે ત્યારે જુદું હોય છે. નેતાઓની સભાઓમાં જનમેદની છલકાઈ જાય છે, પણ એનાથી મતપેટી છલકાતી નથી. મતદારો બધા નેતાઓને સાંભળે છે, તેમના વાયદા પર વિચાર કરે છે. મતદારોની આંખો નેતાઓનો એક્સ-રે કાઢે છે. બધાના વિશ્લેષણો સાંભળે છે. વાંચે છે પણ અંતે પોતાના દિલનો અવાજ સાંભળીને યોગ્ય લાગે એ ઉમેદવારને જ મત આપે છે. કદાચ દુનિયામાં સૌથી અકળ મતદારો ક્યાંય હશે તો એ ભારતમાં છે. આ અકળ મતદારોની એક ચોક્કસ પેટર્નને ચૂંટણી દર ચૂંટણી તપાસવાથી અમુક વરતારા કરી શકાય છે. એવો એક વરતારો: જ્યારે જ્યારે ઊંચું મતદાન થાય છે ત્યારે ત્યારે પરિવર્તન થયું છે. લોકસભાની ચૂંટણીના ઈતિહાસને તપાસીએ તો જાણ થાય કે મતદારોએ જ્યારે જ્યારે ઊંચું મતદાન કર્યું છે ત્યારે ત્યારે તેમને લોકશાહીમાં ભરોસો દૃઢ થયો છે.
૧૯૯૧ની ચૂંટણીઓમાં મતદારોનું નિરસ વલણ
દેશ પર ઈમરજન્સી આવી ને થોડો સમય ભારે રાજકીય અજંપાની સ્થિતિ રહી. વિપક્ષના નેતાઓ જેલભેગા થયા. સરકાર સામે આંદોલન થયા. એ પછી ૧૯૭૭ની ચૂંટણીમાં સંયુક્ત જનતા મોરચો કોંગ્રેસને હરાવવા મેદાને પડ્યો હતો. લોકો પરિવર્તન ઈચ્છતા હતા. ખાસ તો ઈન્દિરા ગાંધીના ઈમરજન્સીના નિર્ણયથી નારાજ હતા એટલે ઈન્દિરા સત્તામાં આવે એવું ઈચ્છતા ન હતા. એનો તીવ્ર પડયો ચૂંટણીમાં પડ્યો. ૬૦,૪૯ ટકા મતદાન થયું અને જનતા મોરચાની સરકાર બની. ૧૯૮૦ સુધીમાં જનતા મોરચો તૂટી ચૂક્યો હતો. ગઠબંધનની સરકાર પડી ભાંગી હતી અને ફરી ચૂંટણી આવી પડી. મતદારોનો મોટો વર્ગ ચૂંટણીથી દૂર રહ્યો હોય એમ મતદાનની ટકાવારી ઘટીને ૫૯.૯૨ થઈ ગઈ. ૧૯૮૪માં ઈન્દિરા ગાંધીની હત્યા પછી થયેલી ચૂંટણીમાં કોંગ્રેસ તરફી સહાનુભૂતિનું મોજું ફરી વળેલું. તેની સીધી અસર મતપેટીમાં થઈ. ૬૪.૦૧ ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું. ૧૯૮૯ સુધીમાં રાજકીય પરિસ્થિતિ બદલાઈ ગઈ. ચૂંટણી પહેલાં બોફોર્સ કૌભાંડ ખૂબ ગાજ્યું. આંદોલનોના કારણેય રાજીવ ગાંધીની સરકાર સામે આક્રોશ હતો. મતદારો સત્તા પરિવર્તન ઈચ્છતા હતા એટલે ૬૧.૯૫ ટકા મતદાન થયું. સતત ભે ચૂંટણીમાં મતદાનની ટકાવારી ૬૦ ઉપર ગઈ હોય એવું આઝાદ ભારતમાં પહેલી વખત બન્યું.
રાજકીય અનિશ્ચિતતાના દશકામાં ઓછું વોટિંગ
૧૯૯૯ની ચૂંટણીમાં ૫૭.૯૪ ટકા મતદાન થયું. એક પણ પાર્ટીને બહુમતી ન મળી. ૧૯૧ બેઠકો સાથે ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હતી ને નરસિમ્હા રાવના નેતૃત્વમાં કોંગ્રેસને ૧૪૦ બેઠકો મળેલી. અટલ બિહારી વાજપેયીની ગઠબંધન સરકાર બની, પણ વિપક્ષી મોરચાએ લોકસભામાં બહુમતી સાબિત કરીને એચ.ડી. દેવગૌડાને વડાપ્રધાન બનાવ્યા. વળી વડાપ્રધાન બદલાયા ને ઈન્દર કુમાર ગુજરાલ પીએમ બન્યા. રાજકીય અસ્થિરતા વચ્ચે ૧૯૯૮માં ફરીથી ચૂંટણી આવી. દેશની જનતા આ રાજકીય અરાજકતાથી પાકી હતી. તેમને ૧૯૯૬માં જ અટલજીને વડાપ્રધાન ભનાવવા માટે ભાજપને સિંગલ લાર્જેસ્ટ પાટી બનાવી હતી. ૧૯૯૮માં વિવિધ મોરચાથી થાકીને મતદારોએ પરિવર્તન માટે વોટિંગ કર્યું. ૯૧.૯૭ ટકા મતદાન થયું અને અટલજીના નેતૃત્વમાં ભાજપને ૧૮૨ બેઠકો મળી, સીતારામ કેસરીના નેતૃત્વમાં કોંગ્રેસની નબળો દેખાવ રહ્યો અને ૧૪૧ બેઠકોથી જ સંતોષ માનવો પડયો. અન્ય પક્ષોના ટેકાથી સરકાર બની, પરંતુ એકાદ વર્ષ પછી એઆઈએડીએમકેએ ટેકો પાછો ખેંચી લેતા ચૂંટણી આવી. ૧૯૯૯ની ચૂંટણીમાં અટલ બિહારી વાજપેયીની તરફેણમાં ૯૦ ટકા વોટિંગ થયું. ભાજપને ૧૮૨ બેઠકો મળી ને અટલજીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનની સરકાર બની. કોંગ્રેસે પહેલી વખત સોનિયા ગાંધીને નેતૃત્વ સોંપ્યું હતું, પરંતુ કોંગ્રેસને ૧૧૪ બેઠકો જ મળેલી.
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તમામ રેકોર્ડ તૂટ્યા
૨૦૧૪માં નરેન્દ્ર મોદી ન્યૂ ઈન્ડિયાનો નારો લઈને આવ્યા ને મતદાનના તમામ જૂના રેકોર્ડ્સ તૂટ્યા. ૨૦૧૪માં અભૂતપૂર્વ ૬૬.૪૪ ટકામતદાન થયું ને ભાજપને ૨૮૨ બેઠકો સાથે ઐતિહાસિક વિજય મળ્યો. ભાજપને ૯૬ ટકામાંથી ૩૧ ટકા મતો મળ્યા એ પણ નવો રેકોર્ડ સર્જાયો.કોંગ્રેસનો વોટશેર ઘટીને ૧૯ ટકાએ ગગડી ગયો. ૨૦૧૪નું વોટિંગ પરિવર્તન માટે હતું, મતદારો નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી સરકાર રચવાઉત્સુક હતા એનો પડઘો મતપેટીમાં પડ્યો હતો. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં ૯૭.૪૦ ટકા મતદાન થયું. લગલગાટ બે ચૂંટણીમાં મતદાનનીટકાવારીના નવા રેકોર્ડ્સ બન્યા. ૨૦૧૯માં પુનરાવર્તન માટે આટલું ઊંચું મતદાન થયું. ૨૦૧૯ની ચૂંટણીમાં ૯૭.૪૦ ટકા મતોમાંથી ભાજપને ૩૭.૩૯ ટકા મતો મળ્યા હતા. એના કારણે ભાજપે એકલા હાથે પહેલી વખત ૩૦૩ બેઠકો કબજે કરી હતી. જોવાની વાત એ હતી કે કોંગ્રેસનોવોટશેર ૨૦૧૯માં પણ ૧૯.૪૯ ટકા હતો. એટલે કે કોંગ્રેસના વોટશેરમાં બહુ ફરક પડ્યો ન હતો, પરંતુ ભાજપની નવી વોટબેંક સર્જાઈ હતી.૨૦૧૪ અને ૨૦૧૯ની ચૂંટણીઓ એટલા માટેય ઐતિહાસિક બની કે એ વર્ષથી દેશના ૬૫ ટકાથી વધુ મતદારો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માંડયા.લોકશાહીની દૃષ્ટિએ આ સૌથી મોટું પરિવર્તન છે.
ઈમરજન્સી પછીની ચૂંટણીમાં પરિવર્તન માટે વોટિંગ
દેશ પર ઈમરજન્સી આવી ને થોડો સમય ભારે રાજકીય અજંપાની સ્થિતિ રહી. વિપક્ષના નેતાઓ જેલભેગા થયા. સરકાર સામે આંદોલન થયા. એ પછી ૧૯૭૭ની ચૂંટણીમાં સંયુક્ત જનતા મોરચો કોંગ્રેસને હરાવવા મેદાને પડ્યો હતો. લોકો પરિવર્તન ઈચ્છતા હતા. ખાસ તો ઈન્દિરા ગાંધીના ઈમરજન્સીના નિર્ણયથી નારાજ હતા એટલે ઈન્દિરા સત્તામાં આવે એવું ઈચ્છતા ન હતા. એનો તીવ્ર પડયો ચૂંટણીમાં પડ્યો. ૬૦,૪૯ ટકા મતદાન થયું અને જનતા મોરચાની સરકાર બની. ૧૯૮૦ સુધીમાં જનતા મોરચો તૂટી ચૂક્યો હતો. ગઠબંધનની સરકાર પડી ભાંગી હતી અને ફરી ચૂંટણી આવી પડી. મતદારોનો મોટો વર્ગ ચૂંટણીથી દૂર રહ્યો હોય એમ મતદાનની ટકાવારી ઘટીને ૫૯.૯૨ થઈ ગઈ. ૧૯૮૪માં ઈન્દિરા ગાંધીની હત્યા પછી થયેલી ચૂંટણીમાં કોંગ્રેસ તરફી સહાનુભૂતિનું મોજું ફરી વળેલું. તેની સીધી અસર મતપેટીમાં થઈ. ૬૪.૦૧ ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું. ૧૯૮૯ સુધીમાં રાજકીય પરિસ્થિતિ બદલાઈ ગઈ. ચૂંટણી પહેલાં બોફોર્સ કૌભાંડ ખૂબ ગાજ્યું. આંદોલનોના કારણેય રાજીવ ગાંધીની સરકાર સામે આક્રોશ હતો. મતદારો સત્તા પરિવર્તન ઈચ્છતા હતા એટલે ૬૧.૯૫ ટકા મતદાન થયું. સતત ભે ચૂંટણીમાં મતદાનની ટકાવારી ૬૦ ઉપર ગઈ હોય એવું આઝાદ ભારતમાં પહેલી વખત બન્યું.