આણંદના પેટલાદ ખાતે મંગળવારે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને આણંદ જિલ્લા આઇસીડીએસ વિભાગના સંયુક્ત ઉપક્રમે મહિલાઓને નારી અદાલત અને મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓની જાણકારી આપવાના હેતુથી સાંસદ મિતેષભાઈ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં નારી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મહિલા સશક્તિકરણ અને મહિલા વિકાસને લગતી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. તેમજ નારી અદાલતની કામગીરી અને પ્રક્રિયા વિશે મહિલાઓને વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. મહિલા આરક્ષણ અને મહિલા અધિકારો અંગે મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં આંગણવાડી બહેનોને ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞેશભાઈ જોશી, તાલુકા પંચાયત પ્રમુખ સોનલબેન પટેલ, સી.ડી.પી.ઓ.કલ્પનાબેન પટેલ અને ચંદ્રીકાબેન મકવાણા, નારી અદાલતના જિલ્લા કોર્ડીનેટર કોમલબેન જયસ્વાલ, એડવોકેટ મમતાબેન, આઇસીડીએસ કન્સલટન્ટ નીધીબેન ઠક્કર, પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટરના સુપરવાઈઝર સહિત પાલિકના કાઉન્સિલઓ,અગ્રણી સર્વ નિપાબેન પટેલ અને દિપકભાઇ પટેલ તથા આંગણવાડીની કાર્યકર્તા બહેનો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતાં.