ભાવનગરમાં પતંજલિ યોગ પરિવાર સાથે જોડાયેલાં નરેન્દ્રસિંહ ચુડાસમાએ બે હજાર સૂર્ય નમસ્કાર કરી વિક્રમ સર્જ્યો છે.
સ્વામી બાબા રામદેવજી પ્રેરિત પતંજલિ યોગ પરિવાર સાથે જોડાયેલાં ૬૨ વર્ષીય યોગ શિક્ષક નરેન્દ્રસિંહ ચુડાસમાએ સતત ૧૧ કલાક સૂર્ય નમસ્કાર કર્યા છે. આ યોગ સાધકે બે હજાર સૂર્ય નમસ્કાર કરી વિક્રમ સર્જ્યો છે.
ભાવનગરમાં વિનામૂલ્યે યોગ વર્ગો ચલાવનાર યોગ સાધક વડીલ દ્વારા થયેલ આ સાધના કાર્યથી પતંજલિ યોગ પરિવારે ગૌરવ અનુભવેલ છે.