Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 24°C

AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી પરિણીતા સાથે હોટલ રૂમમાંથી ઝડપાયા હોવાનો દાવો, મહિલાનો પતિ આવી જતા વિસાવદરના MLA મોઢે રૂમાલ બાંધી ભાગ્યા

AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી પરિણીતા સાથે હોટલ રૂમમાંથી ઝડપાયા હોવાનો દાવો, મહિલાનો પતિ આવી જતા વિસાવદરના MLA મોઢે રૂમાલ બાંધી ભાગ્યા

AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી પરિણીતા સાથે હોટલ રૂમમાંથી ઝડપાયા હોવાનો દાવો કરતા કેટલાક અહેવાલોએ ખળભળાટ મચાવી દીધો છે. અહેવાલોમાં દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી એક પરણિત યુવતીને લઈ સુરત ખાતેના કડોદરા વિસ્તારમાં આવેલી સૂરજ નામની હોટલમાં રોકાયા હતા. આ સિવાય એક સીસીટીવી વિડીયોમાં હોટલ રિસેપ્શન પર યુવતી સાથે ઉભા રહી રજીસ્ટ્રેશન કરતા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

આ મામલે એક અગ્રણી દૈનિકે આપેલા અહેવાલ મુજબ પણ AAPના ધારાસભ્ય સુરત શહેરની નજીક કડોદરાની એક હોટલમાં યુવતી સાથે આવે છે અને તેની સાથે રૂમમાં જતાં જોવા મળી રહ્યા છે. અહેવાલમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે વાઈરલ સીસીટીવી વિડીયોમાં જે વ્યક્તિ રજીસ્ટ્રેશન કરી રહ્યો છે તે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી જ છે. દાવો કરવામાં આવ્યો છે કે આ પરણિત યુવતી સાથે AAP ધારાસભ્ય ભૂપત ભાયાણીનો ખુબ જ નજીકનો સંબંધ હોવાથી તેઓ અહીં હોટલમાં રૂમમાં સમય પસાર કરી રહ્યા હતા.

યુવતીનો પતિ આવી જતા વિસાવદરના MLA મોઢે રૂમાલ બાંધી ભાગ્યા

વિસાવદરના AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી પરિણીતા સાથે હોટલ રૂમમાંથી ઝડપાયા હોવાનો દાવો કરતા આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, મહિલાના પતિને આ વિશે ખબર પડી જતા તે પણ હોટલ પર આવી ચઢ્યો હતો. યુવતીના પતિને આમ અચાનક આવેલો જોઈ વિસાવદરના MLA મોઢે રૂમાલ બાંધી રફુચક્કર થઈ ગયા હતા.

અન્ય એક અહેવાલમાં કરાયેલા દાવા મુજબ કડોદરા વિસ્તારમાં આવેલી સૂરજ નામની આ હોટલમાં ભૂપત ભાયાણીએ 800 રૂપિયાના ભાડે રૂમ રાખ્યો હતો. આટલું જ નહીં, રીપોર્ટના દાવા મુજબ વિસાવદરના AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી પરિણીતા સાથે હોટલ રૂમમાં લગભગ 50 મિનીટ સુધી એકાંતમાં રહ્યા હતા. જોકે યુવતીના પતિએ મોબાઈલ વિડીયો શરૂ કરીને હોટલ પર પહોંચી જતા ભાયાણીને મોઢે રૂમાલ બાંધી ભાગવું પડ્યું હતું.

દાવાઓ કરતા અહેવાલ મુજબ યુવતીનો પતિ પોતાનો ઘરસંસાર બચાવવા માંગતો હોવાના કારણે તેણે પોલીસ ફરિયાદ નથી કરાવી. તેણે પોતાના ફોનમાં ઉતારેલા વિડીયો પણ હજુ ક્યાંય જાહેર ન કર્યા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. રીપોર્ટ મુજબ યુવતીના પતિનું કહેવું છે કે જો પોલીસ તપાસ કરવામાં આવે તો ભુપત ભાયાણીને અન્ય સ્ત્રીઓ સાથે પણ આડા સંબંધો હોવાનું બહાર આવે એમ છે.

 

https://youtu.be/fXWvka7LEKA

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.