આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર વિવાદોમાં ઘેરાયા છે. ભરૂચની એક કંપનીમાં થયેલી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ એક યુવક સાથે જાહેરમાં મારામારી કરતા જોવા મળે છે.
બોલાચાલીથી મારામારી સુધી પહોંચ્યો મામલો
માહિતી અનુસાર, ઘટના ભરૂચની એક કંપનીની છે, જ્યાં થોડા દિવસ પહેલાં આગ લાગવાની ઘટનામાં એક કર્મચારીનું મોત થયું હતું. આ મામલે પીડિત પરિવાર સાથે ચર્ચા કરવા કંપની દ્વારા તેમને બોલાવવામાં આવ્યા હતા.
આ દરમિયાન ચૈતર વસાવા ત્યાં પહોંચ્યા હતા. આરોપ મુજબ, તેમણે મેનેજમેન્ટ સામે આક્રમક વલણ અપનાવી લોકોમાં ઉશ્કેરાટ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. પીડિત પરિવારના સભ્ય રોશન વસાવાએ વિરોધ કરતા મામલો ઉગ્ર બન્યો અને બોલાચાલી બાદ ચૈતર વસાવાએ તેમને લાફો મારી દીધો.
Breaking 🚨
Chaitar Vasava | ઝઘડિયામાં ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ઝપાઝપી જુઓ વીડિયો
MLA ચૈતર વસાવાને જાહેરમાં લાફો પડ્યો..
MLA ચૈતર વસાવાએ પીડિત પરિવારના યુવકને લાફો માર્યો અને સામે યુવકે પણ ચૈતર વસાવાને લાફાવાળી કરી.
ભરૂચમાં વળતરના મુદ્દે નેતાગીરી કરવા ગયેલા આમ આદમી… pic.twitter.com/NzwM84T51T
— Sudarshan ગુજરાત (@SudarshanNewsGJ) April 27, 2026
યુવકે પણ કર્યો પ્રતિકાર
વિડિયોમાં દેખાય છે કે લાફા બાદ યુવકે પણ પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્થળ પર હાજર લોકો અને પોલીસ અધિકારીઓએ વચ્ચે પડીને બંનેને અલગ કર્યા હતા, જેના કારણે વધુ તંગદિલી ટળી.
પીડિત પરિવારનો આક્ષેપ
રોશન વસાવાએ આરોપ લગાવ્યો કે ચૈતર વસાવા વગર બોલાવ્યા ત્યાં પહોંચ્યા હતા અને ઘટનાને રાજકીય રંગ આપવા પ્રયાસ કર્યો હતો. તેમણે જણાવ્યું કે કંપની સાથે વળતર અંગે ચર્ચા સકારાત્મક રીતે ચાલી રહી હતી અને કોઈ અડચણ નહોતી.
તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી અને કોઈ દબાણ હેઠળ નથી. રોશને કહ્યું કે, “જો ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની જવાબદારી ચૈતર વસાવાની રહેશે.”
વીડિયો વાયરલ થતાં ચર્ચા તેજ
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જાહેરમાં ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા વર્તનને લઈને લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel