Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

પુણે-નાશિક હાઇવે પર ધૂમ્મસના લીધે જીપનો અકસ્માત : 3નાં મોત

પુણે-નાશિક હાઇવે પર ધૂમ્મસના લીધે જીપનો અકસ્માત : 3નાં મોત

પુણે- નાશિક હાઇવે પર આજે ધુમ્મસના લીધે જીવલેણ અકસ્માત થયો હતો. જીપ અને ટ્રકની અથડામણમાં એક જ પરિવારના ત્રણ જણ મોતને ભેટયા હતા. જ્યારે પાંચને ઇજા થઇ હતી. ઘાયલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ આદરી છે.

નાશિકના સટાણા તાલુકામાં જાયખેડા ખાતે રહેતા પંકજ જગતાપ (ઉં.વ.૩૬), મધુકર અહિરે (ઉં.વ.૫૨), શાંતારામ અહિરે (ઉં.વ.૫૦)નું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. પોલીસે તેમના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા.

પુણેમાં આંબેગાવ તાલુકાના મંચર પાસે આજે વહેલી સવારે ધુમ્મસ છવાઇ ગયું હતું જેના લીધે જીપનો ડ્રાઇવર આગળનો રસ્તો બરાબર જોઇ શક્યો ન હતો એમ કહેવાય છે.

જીપ આગળ જઇ રહેલા ટ્રક સાથે ટકરાઇ હતી. ટ્રક નીચે જીપ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં જીપને ભારે નુકસાન થયું હતું.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.