ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રુપની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રુપે ગુપ્ત રીતે પોતાના શેર ખરીદીને સ્ટોક એક્સચેન્જમાં લાખો ડોલરનું રોકાણ કર્યું હતું.ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCRP) દ્વારા આ અહેવાલ શેર કરવામાં આવ્યો હતો.
જેમાં પહેલીવાર અદાણી ગ્રૂપના મોરેશિયસમાં કરેલા વ્યવહારોની વિગતો જાહેર કરવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મુજબ ગ્રૂપ કંપનીઓએ 2013થી 2018 દરમિયાન ગુપ્ત રીતે તેમના શેર ખરીદ્યા હતા. નોન-પ્રોફિટ મીડિયા ઓર્ગેનાઈઝેશન OCCRP દાવો કરે છે કે તેણે મોરેશિયસ અને અદાણી ગ્રૂપના આંતરિક ઈમેલ દ્વારા રૂટ થયેલા વ્યવહારો જોયા છે. તે કહે છે કે તેની તપાસમાં બહાર આવ્યું છે કે ઓછામાં ઓછા બે કેસ એવા છે કે જેમાં રોકાણકારોએ વિદેશી કંપનીઓ દ્વારા અદાણી ગ્રુપના શેર ખરીદ્યા અને વેચ્યા.
ગુરુવારે OCCRP રિપોર્ટમાં બે રોકાણકારો નાસીર અલી શાબાન અહલી અને ચાંગ ચુંગ-લિંગનું નામ આપવામાં આવ્યું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ લોકો અદાણી પરિવારના લાંબા સમયથી બિઝનેસ પાર્ટનર છે અને તેણે તેના રિપોર્ટમાં આ બંનેની તપાસ કરી છે. રોઇટર્સના અહેવાલ મુજબ OCCRPએ દાવો કર્યો છે કે ચાંગ અને અહલી દ્વારા રોકાણ કરાયેલા નાણાં અદાણી પરિવાર દ્વારા આપવામાં આવ્યા હોવાના કોઈ પુરાવા નથી પરંતુ રિપોર્ટિંગ અને દસ્તાવેજો પરથી સ્પષ્ટ થાય છે કે અદાણી જૂથમાં તેમનું રોકાણ અદાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
OCCRPએ જણાવ્યું હતું કે શું આ વ્યવસ્થા કાયદાનું ઉલ્લંઘન કરે છે તે પ્રશ્ન તેના પર નિર્ભર કરે છે કે શું અહલી અને ચાંગ પ્રમોટરો વતી કાર્યવાહી કરી રહ્યા છે. અદાણી ગ્રુપમાં અદાણી ગ્રુપ એકમાત્ર પ્રમોટર છે. જો એમ હોય તો, અદાણી હોલ્ડિંગ્સમાં તેમનો હિસ્સો 75% થી વધી જશે.
અદાણી ગ્રુપનું નિવેદન
દરમિયાન અદાણી ગ્રુપે એક નિવેદન જાહેર કરીને આ આરોપોને નકારી કાઢ્યા છે. જૂથે કહ્યું કે તે સોરોસને સમર્થન આપતી સંસ્થાઓનું કાર્ય હોય તેવું લાગે છે. વિદેશી મીડિયાનો એક વર્ગ પણ હિંડનબર્ગ રિપોર્ટના વિવાદને પુનર્જીવિત કરવા માટે તેને પ્રેરિત કરી રહ્યો છે. આ દાવાઓ એક દાયકા પહેલા બંધ થયેલા કેસ પર આધારિત છે. DR એ પછી ઓવર ઇનવોઇસિંગ, વિદેશમાં ફંડ ટ્રાન્સફર કરવા, સંબંધિત પક્ષકારોના વ્યવહારો અને FPIs દ્વારા રોકાણના આરોપોની તપાસ કરી હતી. એક સ્વતંત્ર નિર્ણાયક સત્તા અને એપેલેટ ટ્રિબ્યુનલે પુષ્ટિ કરી કે ત્યાં કોઈ ઓવર-વેલ્યુએશન નથી અને વ્યવહારો કાયદા અનુસાર હતા. માર્ચ 2023માં સુપ્રીમ કોર્ટે અમારા પક્ષમાં નિર્ણય સંભળાવ્યો હતો. આથી આ આક્ષેપોની કોઈ સુસંગતતા કે આધાર નથી.
On allegations of OCCRP, Adani Group says "We categorically reject these recycled allegations. These news reports appear to be yet another concerted bid by Soros-funded interests supported by a section of the foreign media to revive the meritless Hindenburg report. In fact, this… pic.twitter.com/hOfRU4BUSN
— ANI (@ANI) August 31, 2023
હિંડનબર્ગ રિસર્ચે 24 જાન્યુઆરીએ અદાણી ગ્રૂપ પર એક રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટના કારણે અદાણી ગ્રુપને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જૂથે તેની ઘણી વિસ્તરણ યોજનાઓ છોડી દેવી પડી હતી અને દેવું ઘટાડવાના પગલાં લેવા પડ્યા હતા. આ માટે અદાણી ગ્રુપે ઘણી કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચ્યો છે. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ પહેલા ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ હતા. આજે તે $64.1 બિલિયનની નેટવર્થ સાથે 20માં નંબરે છે. આ અહેવાલ આવ્યા બાદ અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ તાજેતરના સમયમાં તેમાં વધારો થયો છે.