સૌથી મોટી પાર્ટીના નેતાનુ નામ આ અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચામાં બોલવાની યાદીમાં નામ નહોતું. ભૂતકાળમાં શરદ પવારે. સોનિયા ગાંધીએ અને ખરગે એ અવિશ્વાસના પ્રસ્તાવ પર આગેવાની કરી હતી. કરવાને બદલે બોલવાની તક જ ના આપી. મોદીએ અધિર રંજન ઉપર શાબ્દિક હુમલો કરતા કહ્યું કે કોંગ્રેસ વારંવાર તેમનુ અપમાન કરી રહ્યાં છે.
વિપક્ષે દેશને નિરાશા સિવાય કાંઈ નથી આપ્યું
2018માં અમે કહ્યું હતું કે 2023માં આવજો. શુ તમારી હાલત છે તેમ કહીને વડાપ્રધાન મોદીએ વિપક્ષને આડે હાથે લેતા કહ્યું કે, દેશ તમારા એક એક શબ્દને સાંભળી રહ્યાં છે. તમે દેશને નિરાશા સિવાય કાઈ નથી આપ્યું. જેમને કાઈ નથી આપ્યું તેઓ અમારો હિસાબ લઈ રહ્યાં છે તેમ કહીને કટાક્ષ કર્યો હતો.
#WATCH | PM Modi says, "A few things in this No Confidence Motion are so strange that they were never heard or seen before, not even imagined…The name of the Leader of the largest Opposition party was not among the speakers…This time, what has become of Adhir ji (Adhir Ranjan… pic.twitter.com/NXdGzauxjT
— ANI (@ANI) August 10, 2023
વિપક્ષે જનતા સાથે વિશ્વાસઘાત કર્યો
દેશની યુવા શક્તિ માટે આશા આકાંક્ષાને દિશા આપવા માટે સરકાર કાર્યરત હોવાનું કહીને વડાપ્રધાને કહ્યું કે, ડેટા પ્રોસેસીગ બિલ યુવા શક્તિ સાથે જોડાયેલ છે. આવનારો સમય ટેકનોલોજી આધારિત જીવનનો છે. પરંતુ વિપક્ષને આવા મહત્વના બિલ કરતા રાજનિતીમાં રસ છે. તેમણે જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે.
ભારતની છબી ખરાબ કરવાના પ્રયાસો થઈ રહ્યા છેઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે અમે ભારતના યુવાનોને કૌભાંડમુક્ત સરકાર આપી છે. અમે વિશ્વમાં ભારતની કલંકિત પ્રતિષ્ઠાને સુધારી છે. કેટલાક તેને કોઈને કોઈ રીતે કલંકિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ભારત પ્રત્યે વિશ્વની આસ્થા વધી રહી છે. વૈશ્વિક વાતાવરણ વચ્ચે વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવની આડમાં જનતાનો વિશ્વાસ તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. વિપક્ષ આ સમયે ભારત સાથે જોડાયેલી કોઈ સારી વાત સાંભળી શકતો નથી.
અમે કૌંભાડ વિનાની સરકાર આપી છેઃ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે, કૌંભાડ રહિત સરકાર આપી છે. દુનિયામાં ભારતની બગડેલી શાખ સંભાળી છે અને નવી ઊંચાઈ પર લઈ ગયા છીએ. કેટલાક લોકો આપણી પ્રતિષ્ઠા ખરડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ વિશ્વમાં ભારત નવી ઉંચાઈ સાથે ઉભુ છે.