આખરે એ દિવસ આવી ગયો. ભારત G20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. આજે એટલે કે શનિવાર, સમિટના પ્રથમ દિવસે, વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થાઓના વરિષ્ઠ નેતાઓ સાથે બેસીને વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર મંથન કરશે. દિલ્હીના ભારત મંડપમ ખાતે કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ સમિટ બે દિવસ સુધી ચાલશે. ભારત સરકાર એક વર્ષથી આ સમિટની તૈયારી કરી રહી છે. વિવિધ મંત્રી અને કાર્યકારી જૂથની બેઠકો યોજાઈ હતી. એજન્ડામાં જળવાયુ પરિવર્તન, દેવું, ખાદ્ય સુરક્ષા, સ્થિરતા અને ભૌગોલિક રાજકીય તણાવ પર ચર્ચાનો સમાવેશ થાય છે. તે જ સમયે, ભારતે આ વર્ષની સમિટની થીમ ‘One Earth, One Family, One Future’ રાખી છે. તમામની નજર નેતાઓની સંયુક્ત જાહેરાત પર છે.
G-20માં કાયમી સભ્યપદ માટે આફ્રિકન યુનિયનને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પીએમએ કહ્યું કે, એકતાની ભાવનાથી ભારતે આફ્રિકન યુનિયનને G-20નું કાયમી સભ્યપદ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. હું માનું છું કે અમે બધા આ પ્રસ્તાવ પર સહમત છીએ. દરેકની સંમતિથી કાર્યવાહી શરૂ કરીને તમને આફ્રિકન યુનિયનના કાયમી સભ્યપદ પર વિચાર કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે.
#WATCH | G 20 in India | President of the Union of Comoros and Chairperson of the African Union (AU), Azali Assoumani takes his seat as the Union becomes a permanent member of the G20. pic.twitter.com/Sm25SD80n9
— ANI (@ANI) September 9, 2023
આફ્રિકન યુનિયન G20નું કાયમી સભ્ય બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આની જાહેરાત કરી હતી. પીએમએ આફ્રિકન યુનિયનના પ્રમુખને પણ ગળે લગાવ્યા અને અભિનંદન પાઠવ્યા.
PM Modiની નેમ પ્લેટ પર લખ્યું BHARAT
છેલ્લા ઘણા દિવસોથી આપણા દેશના નામને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સરકાર દેશનું નામ Bharat કરવા માંગે છે જ્યારે વિપક્ષ તેનો પૂરજોશમાં વિરોધ કરી રહી છે. આ બધા વચ્ચે G20 સમિટમાં વડાપ્રધાન મોદીએ (PM MODI) વિપક્ષ અને વિશ્વને મજબૂત સંદેશ આપ્યો છે. મજબૂત વ્યક્તિત્વ, કુટનિતિ અને અસરકારક સંદેશ આપવા માટે જાણીતા વડાપ્રધાન મોદીએ મિટિંગ સમિટ દરમિયાન તેમની સામેની નેમ પ્લેટ પર “ભારત” લખેલું હતુ.