અમેરિકા બાદ એશિયાના બીજા દેશો જાપાન તેમજ તાઈવાન સહિતના બીજા દેશોના આકાશમાં ચીનનો ગુબ્બારો ઉડતો જોવા મળ્યા હોવાના પૂરાવા બ્રિટિશ મીડિયાએ જાહેર કર્યા છે.
બ્રિટિશ મીડિયાના કહેવા અનુસાર 2021માં આ જ પ્રકારનો ગુબ્બારો ઉત્તરી જાપાનના આકાશમાં જોવા મળ્યો હતો. જોકે તેની તસવીરો પહેલા ક્યારેય બહાર આવી નહોતી. આ ગુબ્બારાને ચીનમાંથી જ લોન્ચ કરવામાં આવ્યો હતો. બ્રિટિશ મીડિયાના કહેવા અનુસાર પૂર્વ એશિયાને પસાર કરી રહેલા સંખ્યાબંધ ગુબ્બારાની તસવીરો પ્રાપ્ત થઈ છે. જેને સેટેલાઈટ દ્વારા ખેંચવામાં આવી છે. આવા ગુબ્બારાની સંખ્યા ઘણી વધારે છે.
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી મહિનામાં આ જ પ્રકારનો ગુબ્બારો અમેરિકાના આકાશમાં જોવા મળ્યો હતો અને અમેરિકાએ તેને ફાઈટર જેટ દ્વારા તોડી પાડયો હતો. જેણે અમેરિકા અને ચીનના વણસી ચુકેલા સબંધોને વધારે બગાડવાનુ કામ કર્યુ હતુ.