પશ્ચિમ બંગાળના રાજકારણમાં દાયકાઓ પછી મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ની ભવ્ય જીત બાદ હવે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારી ના નામ પર અંતિમ મહોર લાગી છે.
કોલકાતામાં યોજાયેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ બંગાળમાં રાજકીય સસ્પેન્સનો અંત આવ્યો છે.
મમતા બેનર્જીની હાર
આ ચૂંટણીમાં મમતા બેનર્જીને ભવાનીપુર બેઠક પરથી શુભેન્દુ અધિકારીએ 15,000 થી વધુ મતોથી પરાજય આપ્યો હતો, જે બંગાળના રાજકારણમાં ઐતિહાસિક ફેરફાર તરીકે જોવામાં આવી રહ્યો છે.
Kolkata | "I announce the name of Suvendu Adhikari elected as Leader of West Bengal BJP Legislative Party," says Union Home Minister Amit Shah, appointed as the Central Observer for the election of the legislative party leader in West Bengal pic.twitter.com/157ubIWG7g
— ANI (@ANI) May 8, 2026
9 મેે શપથ ગ્રહણ સમારોહ
શુભેન્દુ અધિકારી 9 મેે રવીન્દ્ર જયંતિના પવિત્ર અવસરે મુખ્યમંત્રી પદની શપથ લેશે.
શપથવિધિ કાર્યક્રમ:
- સ્થળ: બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ
- શહેર: કોલકાતા
આ સમારોહમાં રાષ્ટ્રીય સ્તરના મોટા નેતાઓ અને કાર્યકરો હાજરી આપશે.
અમિત શાહનું કોલકાતામાં આગમન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોલકાતા પહોંચ્યા હતા, જ્યાં શુભેન્દુ અધિકારી એ તેમનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ એકસાથે હોટલ સુધી ગયા, જે રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
રાજકીય નિવેદનો અને દાવા
ભાજપના સાંસદ જ્યોતિર્મય સિંહ મહતો એ દાવો કર્યો છે કે બંગાળના ઇતિહાસમાં પ્રથમવાર ‘હિન્દુ હૃદય સમ્રાટ’ મુખ્યમંત્રી બનશે અને રાજ્યમાં “નવો સૂર્યોદય” થશે.
વિધાનસભા ભંગ અને તૈયારી
ઉલ્લેખનીય છે કે આર. એન. રવિ દ્વારા 7 મેે વિધાનસભા ભંગ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. નવી સરકારના શપથ ગ્રહણ માટે વિધાનસભા ભવનમાં તૈયારીઓ તેજ કરવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel