અમદાવાદે ફરી એકવાર ગુજરાતનો ગૌરવ વધારતાં સમગ્ર દેશમાં પોતાની એક અનોખી ઓળખ ઊભી કરી છે. તાજેતરમાં જ જાહેર થયેલા નમ્બિઓહના ક્રાઈમ એન્ડ સેફ્ટી ઈન્ડેક્સ રિપોર્ટ 2025 અનુસાર, અમદાવાદને ભારતનું સૌથી વધુ સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ મુજબ અમદાવાદને 68.3 રેન્ક મળ્યો છે, જે તેને માત્ર દેશના મેટ્રો શહેરોમાં પણ એશિયાની મોટી શહેરોની યાદીમાં પણ પ્રતિષ્ઠિત સ્થાન પર લઈ જાય છે.
તાજેતરમાં નમ્બિઓહ દ્વારા જાહેર કરેલા અહેવાલ પ્રમાણે, અમદાવાદે ભારતના સૌથી સુરક્ષિત શહેર તરીકેનું સ્થાન મેળવ્યું છે, જ્યારે એશિયામાં 29મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. અમદાવાદ ઉપરાંત ભારતના જયપુરને 34, હૈદરાબાદને 45, મુંબઈને 46, કોલકાતાને 48, ગુરુગ્રામને 54, બેંગલુરુ 55 અને નોઈડાને 56મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. અમદાવાદની આ સફળતા પાછળ વ્યાપક સીસીટીવી નેટવર્ક, પોલીસની સજ્જતા અને નાગરિકોની જાગૃતિ મહત્વની ભૂમિકા ભજવે છે.
Congratulations Ahmedabad..!
It is a matter of great pride that after being ranked first as the cleanest city in the country, now Ahmedabad has emerged as the safest city in India, according to the latest Numbeo Crime Index, a global crowd-sourced databse.
Under the leadership…
— CMO Gujarat (@CMOGuj) July 30, 2025
આ નોંધપાત્ર સિદ્ધિ પાછળ શહેરની આધુનિક અને ટેક્નોલોજી આધારિત સુરક્ષા વ્યવસ્થા, પોલીસની સતત ચુસ્તતામાં કામગીરી અને નાગરિકોની જાગૃતિ અને સહકાર મુખ્ય ભૂમિકા ભજવે છે. શહેરમાં કાર્યરત 25,000થી વધુ સીસીટીવી કેમેરાઓમાંથી લગભગ 22,000 કેમેરા નાગરિકો દ્વારા ‘ગુજરાત પબ્લિક સેફ્ટી એક્ટ’ હેઠળ સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના કેમેરા રાજ્યના ગૃહ વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા નિર્ભયા પેહલના ભાગરૂપે લગાવવામાં આવ્યા છે. તમામ કેમેરાઓનું 24×7 લાઈવ મોનિટરિંગ અદ્યતન કંટ્રોલ રૂમ દ્વારા કરવામાં આવે છે, જેને સુરક્ષા વ્યવસ્થાનું મજબૂત માળખું માનવામાં આવે છે.
અમદાવાદ પોલીસ દ્વારા દરેક ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચની રચના અને મહિલા-બાળકોની સુરક્ષા માટે કાર્યરત ‘શી ટીમ’ જેવી પહેલોથી શહેરમાં ગુનાખોરીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને રથયાત્રા, તહેવારો અને મોટી જાહેર સભાઓ દરમિયાન પણ શાંતિપૂર્ણ વ્યવસ્થા જળવાય છે, જે અમદાવાદ પોલીસના કુશળ સંચાલન અને રાજ્યના સૌથી મોટા પોલીસ બંદોબસ્તની સાક્ષી આપે છે.
નમ્બિઓહ વિશે વાત કરીએ તો, તે વિશ્વની સૌથી મોટી ક્રાઉડસોર્સ્ડ ડેટા એજન્સી છે, જે જીવનધોરણ, જીવન ખર્ચ, આવાસ, આરોગ્યસંભાળ, ટ્રાફિક, ગુનાખોરી અને પ્રદૂષણ જેવા વિવિધ પાસાઓ પર વિશ્વસનીય માહિતી એકત્ર કરે છે. તેના આંકડાઓ વિશ્વભરના નાગરિકો દ્વારા જ આપવામાં આવતા હોવાથી તેમાં નાગરિક અનુભવો અને મેદાની હકીકતનો સમાવેશ થાય છે, જે તેને ખૂબ જ પ્રામાણિક બનાવે છે.
આ રીતે, અમદાવાદનો ભારતના સૌથી સુરક્ષિત શહેર તરીકેનો દરજ્જો માત્ર રેન્કિંગ પૂરતો જ નથી, પણ તે એક ઉદાહરણરૂપ સફળતા છે કે કેવી રીતે ટેક્નોલોજી, પ્રશાસન અને નાગરિક સહયોગના મજબૂત ત્રિકોણથી શહેરને સલામત, વ્યવસ્થિત અને સ્થિર બનાવી શકાય છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel