Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 24°C

તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમાર બાદ હવે પૂર્વ IPS સંજીવ ભટ્ટે કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી.

તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમાર બાદ હવે પૂર્વ IPS સંજીવ ભટ્ટે કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી.

ગુજરાતમાં 2002ના રમખાણો બાદ તત્કાલીન સીએમ મોદી અને રાજ્યને બદનામ કરવાના કેસમાં તિસ્તા સેતલવાડ,પૂર્વ DGP આર.બી. શ્રીકુમાર અને પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટ સામે SITની તપાસ ચાલી રહી છે.ત્યારે પૂર્વ IPS સંજીવ ભટ્ટે ડિસ્ચાર્જ અરજી ફાઈલ કરી છે. સેશન્સ કોર્ટ અગાઉ તિસ્તા સેતલવાડ અને આર.બી. શ્રીકુમારની પણ ડિસ્ચાર્જ અરજી ફગાવી ચૂકી છે.

સંજીવ ભટ્ટ સામે સહ આરોપીઓ સાથે મળીને કાવતરું ઘડવાનો આક્ષેપ છે. આ સાથે જ સંજીવ ભટ્ટના વકીલ મનીષ ઓઝાએ આ કેસ કોર્ટના ક્ષેત્રમાં ન આવતો હોવાની દલીલ કરીને કેટલાક કાગળોની માગ પણ કરી હતી. અત્યારે આ કેસમા આરોપીઓ વિરુદ્ધ ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ કેસની વધુ સુનાવણી 3જી ઓગસ્ટે હાથ ધરાશે

અગાઉની સુનાવણીમાં વકીલ મનીષ ઓઝા દ્વારા પાલનપુર જેલમાં બંધ સંજીવ ભટ્ટ સાથે ઓનલાઈન વીડિયો કોલથી વાત કરવાની માગ કરાઈ હતી. કોર્ટે આ માગને ફગાવી દીધી હતી. ફક્ત રૂબરૂ મુલાકાતની પરવાનગી આપી હતી. આ કેસ પર હવે આગામી સુનાવણી 3 ઓગસ્ટે થશે.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.