click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગાઝા હોસ્પિટલ પર હુમલા બાદ હમાસ નેતાનો લલકાર… તમામ ઈસ્લામિક દેશોને કરી અપીલ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગાઝા હોસ્પિટલ પર હુમલા બાદ હમાસ નેતાનો લલકાર… તમામ ઈસ્લામિક દેશોને કરી અપીલ
Gujarat

ગાઝા હોસ્પિટલ પર હુમલા બાદ હમાસ નેતાનો લલકાર… તમામ ઈસ્લામિક દેશોને કરી અપીલ

યુદ્ધ શરૂ કરનારા હમાસ નેતાએ ગાઝા હોસ્પિટલ પરના હુમલાને કહ્યો ‘નરસંહાર’, ઈઝરાયેલ-પેલેસ્ટાઈને એકબીજા પર કર્યા આક્ષેપ ગાઝા નેતાએ કહ્યું, ‘આ લોહી વ્યર્થ નહીં જાય, આ નરસંહાર, ક્રુરતા, ગુનાઓની ટીકા કરવા ઈસ્લામીક દેશોના લોકો અવાજ ઉઠાવે’

Last updated: 2023/10/18 at 4:29 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ નો આજે 12 દિવસ છે. હજુ પણ બંને દેશો દ્વારા ખુંવારી સર્જાઈ રહી છે અને હાલ ગાઝા (Gaza) સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે, ત્યારે ગાઝા પટ્ટીમાં હોસ્પિટલ પર હુમલામાં 500થી વધુના મોત થયા બાદ વિશ્વભરના લોકો આ બર્બરતાની ટીકા કરી રહ્યા છે. આ હુમલાને લઈ પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ બંને દેશો એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે.

Contents
હોસ્પિટલ હુમલાને લઈ પેલેસ્ટાઈલ-ઈઝરાયેલનો એકબીજા પર આરોપહમાસના નેતાએ શું કહ્યું ?વિશ્વભરના લોકો રસ્તાઓ પર આવી અવાજ ઉઠાવે : હમાસ નેતાઅમે અમારી જમીન નહીં છોડીએ : પેલેસ્ટાઈનની રાષ્ટ્રપતિ

હોસ્પિટલ હુમલાને લઈ પેલેસ્ટાઈલ-ઈઝરાયેલનો એકબીજા પર આરોપ

આ હોસ્પિટસ પર ઈઝરાયેલે બોંબમારો કર્યો હોવાનો પેલેસ્ટાઈન આરોપ લગાવી રહ્યો છે, તો ઈઝરાયેલનો દાવો છે કે, પેલેસ્ટાઈનના ઈસ્લામિક જેહાદે છોડેલું રોકેટ મિસફાયર થવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. હવે આ હુમલાને લઈને હમાસની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. હમાસે કહ્યું કે, લોહીનું એક ટીપું પણ વ્યર્થ નહીં જવા દઈએ. એટલું જ નહીં હમાસે સાઉદી અરેબિયા (Saudi Arabia) સહિત તમામ ઈસ્લામિક દેશો (Islamic Countries)ને અપીલ કરી છે કે, ગાઝાની હોસ્પિટલ પર થયેલ હુમલાને નજરઅંદાજ ન કરવામાં આવે.

હમાસના નેતાએ શું કહ્યું ?

પેલેસ્ટાઈના આતંકવાદી સંગઠન હમાસના નેતા ઈસ્માઈલ હનીયેહે કહ્યું કે, સાઉદી અરેબિયામાં 18 ઓક્ટોબરે યોજાનાર ઈસ્લામિક કાઉન્સિલની બેઠક (Islamic Council Meeting)માં જે અમારા ભાઈઓ મળશે, તેમણે પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ, તેમના નિવેદનો મજબૂત હોવા જોઈએ, સ્થિતિ પણ સ્પષ્ટ હોવી જોઈએ. અમને થોડા સમય માટેનું સમાધાન જોઈતું નથી.

વિશ્વભરના લોકો રસ્તાઓ પર આવી અવાજ ઉઠાવે : હમાસ નેતા

ઈસ્માઈલ હનીયેહે કહ્યું કે, અમને સાઉદી અરેબિયા અને તમામ આરબ અને ઈસ્લામી દેશો પર વિશ્વાસ છે. અમને વિશ્વાસ છે કે, આ લોહી વ્યર્થ નહીં જાય, આ શિખર સંમેલન ગાઝા હુમલાને નજરઅંદાજ નહીં કરે. હું આરબ અને ઈસ્લામીક દેશોના તમામ લોકોને અપીલ કરું છું કે, તેઓ આ નરસંહાર, આ ક્રુરતા, આ ગુનાઓની ટીકા કરવા બહાર નિકળે, તમામ રાજધાનીઓ, તમામ શહેરોમાં નિકળે. દુશ્મનને રોકવા પોતાનો અવાજ ઉઠાવે. આપણે એક સાથે ઉભુ થયું જોઈએ. અમે ઈતિહાસ લખી રહ્યા છીએ, જે આપણા લોકો અને રાષ્ટ્ર માટે ગૌરવનું આગામી પેજ હશે.

અમે અમારી જમીન નહીં છોડીએ : પેલેસ્ટાઈનની રાષ્ટ્રપતિ

પેલેસ્ટાઈને પણ હોસ્પિટલ પર હુમલા અંગે આકરી પ્રતિક્રિયા આપી છે. પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે (Palestine President Mahmoud Abbas) કહ્યું કે, અમારા લોકો પોતાની માતૃભૂમિ પર અડગ રહેશે, અમે નહીં છોડીએ. તેમણે કહ્યું કે, હોસ્પિટલ થયેલો હુમલો ભયાનક યુદ્ધ નરસંહાર છે, જેને ક્યારેય નજરઅંદાજ ન કરી શકાય. જવાબદારને ન છોડવા જોઈએ. તેમણે કહ્યું કે, અમારા લોકોની સુરક્ષા માટે ઘણા આંતરરાષ્ટ્રીય નિર્ણયો લેવાયા છે, જોકે તેને લાગુ કરાયા નથી, કારણ કે તેને અમેરિકા લાગુ કરવા માંગતો નથી. અમારા લોકો પર થતી બર્બરતા રોકવી જોઈએ અને આ ગુનાઓનો અંત થવો જોઈએ.

You Might Also Like

હવાલા અને ગુનાઇત પ્રવૃત્તિમાં વ્યાપક વપરાશથી ક્રિપ્ટો કરન્સી આર્થિક જોખમ બની શકે : RBI

અમેરિકાના નાયબ વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે

યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી દ્વારકાના ગોમતી ઘાટમાં સ્નાન પર પ્રતિબંધ

ભારતીયો વધારે એક ડોલરિયા દેશમાં વિઝા વગર જ જઇ શકશે, અત્યારથી જ કરી લો તૈયારી

ભારતમાં કોરોના કેસ આંક 5 હજારને પાર, કેરળ-મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં સૌથી વધુ અસર

TAGGED: Islamic countries, Ismail Haniyeh, Israel-Hamas War, Palestine, Saudi arabia

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 18, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article 150 કિલો શુદ્ધ ઘીમાંથી તૈયાર કરાઈ ઉમિયા માતાજીની મૂર્તિ, સાચવણી માટે 9000 કિલો બરફ વપરાશે!
Next Article ગુજરાતમાં ફિક્સ પે કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો કરવાનો કેબિનેટની બેઠકમાં નિર્ણય

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

હવાલા અને ગુનાઇત પ્રવૃત્તિમાં વ્યાપક વપરાશથી ક્રિપ્ટો કરન્સી આર્થિક જોખમ બની શકે : RBI
Gujarat જૂન 7, 2025
અમેરિકાના નાયબ વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે
Gujarat જૂન 7, 2025
યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી દ્વારકાના ગોમતી ઘાટમાં સ્નાન પર પ્રતિબંધ
Gujarat જૂન 7, 2025
ભારતીયો વધારે એક ડોલરિયા દેશમાં વિઝા વગર જ જઇ શકશે, અત્યારથી જ કરી લો તૈયારી
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?