Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

નડિયાદના ડભાણમાં અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસે અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

નડિયાદના ડભાણમાં અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસે અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

નડિયાદ તાલુકાના ડભાણ ગામમાં આવેલ ટેલીફોન એક્સચેન્જની બાજુમાંથી આજે સવારે આશરે 45 વર્ષીય અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. નડિયાદ ગ્રામ્ય પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી વાલી વારસોને શોધવા ચક્રોગતિમાન કર્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના ડભાણમાં આવેલ ટેલીફોન એક્સચેન્જની બાજુમાં ગટરમાં આશરે 45 વર્ષીય અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની માહિતી ગ્રામજનોએ નડિયાદ ગ્રામ્ય પોલીસને આપી હતી. આથી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લાશનો કબજો લીધો હતો અજાણ્યા ઈસમએ રાખોડી કલરનું ટીશર્ટ અને આછા લાલ કલરનો ચડ્ડો પહેર્યો હતો દેખાવે મજૂર જેવા લાગતા આ ઈસમનું મોત કયા કારણસર થયું છે તે જાણી શકાયું ન હતું. તેના શરીર પર વાગેલા ના કોઈ નિશાન ન હતા પોલીસે લાશનો કબજો લઈ પીએમ માટે મોકલી આપ્યો છે અને તેના વાલી વારસોની શોધવા ચક્રોગતિમાન કર્યા છે.

 

 

 

રિપોર્ટર- કામાંક્ષી પ્રચેત મેહતા(નડિયાદ )

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.